Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

મોરબી-રાજકોટ ફોરલેન રોડને સિક્સલેન રોડ બનાવવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સામાજિક કાર્યકરની રજૂઆત.

મોરબી અને રાજકોટ વચ્ચે દૈનિક બંને જિલ્લામાંથી ઘણા નાગરિકો પરિવહન કરે છે. ત્યારે તેમના પરિવહનમાં સુધારો થાય એ હેતુંથી મોરબીના સામાજિક કાર્યકર ભાવિકભાઈ ભટ્ટે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને મોરબી-રાજકોટ ફોરલેન રોડને સિક્સલેન રોડ બનાવવા રજૂઆત કરી હતી.
જેમાં ભાવિકભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, મોરબીથી રાજકોટનો માર્ગ ફોર લેન તો બની ગયો પરંતુ આ રોડ પર વધતા જતા વાહનવ્યવ્હારની સ્થિતિને જોતા હવે આ રોડને સિક્સ લેન બનાવવો જરુરી છે.મોરબી થી રાજકોટ શૈક્ષણિક, આરોગ્ય તેમજ નોકરી ધંધાના લીધે આવાગમનનુ પ્રમાણ ખુબ જ રહે છે. જેથી અકસ્માતોનુ પ્રમાણ પણ વઘી જાય છે. તેવું તેમણે જણાવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર – કચ્છ ને જોડતો આ એક માત્ર રોડ માર્ગ છે. જેથી કચ્છ – સૌરાષ્ટ્ર ને જોડતા આ મહત્વના માર્ગને સિક્સ લેન બનાવવો જરૂરી છે.નજીકના ભવિષ્યમાં રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ તેમજ એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ થનાર છે. તે જોતાં આ રોડ પાર વાહનોના આવાગમનનું ભારણ બે ગણું વધશે તે પણ સિક્સલેન રોડ બનાવવા માટે મહત્વનુ કારણ છે તેવું તેમણે જણાવ્યું હતું

(9:16 pm IST)