Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

દેશમાં આઈ સપોર્ટ અદાણીના સંદેશથી સોશિયલ મિડિયા છલકાયું

અનધિકળત વિદેશી એજન્‍સીના ભ્રામક રિપોર્ટ બાદ અદાણીના શેરોમાં થયો હતો ઘટાડો : ૧૮ કંપનીઓના ભ્રામક રિપોર્ટ તૈયાર કરનાર વિદેશી એજન્‍સી સામે વિરોધનો વંટોળ : દેશમાં અનેક લોકો અદાણીના સમર્થનમાં જોડાયા

ભૂજ, તા. ૧:  ૨૨ સભ્‍યોની એક વિદેશી એજન્‍સી હાઈડેનબર્ગના એક રિપોર્ટમા દાવો કરવામાં આવ્‍યો હતો કે, અદાણીએ પોતાના શેરના ભાવ કળત્રિમ રીતે વધાર્યા છે. આ રિપોર્ટ બાદ અદાણીના શેરોના ભાવમાં કડાકો થયો હતો. માત્ર ત્રણ દિવસમાં રૂપિયા છ લાખ કરોડ ધોવાણ થયું હતું.  ત્‍યારે વિદેશી એજન્‍સીના રિપોર્ટના પગલે અદાણીના શેરોમાં રોકાણ કરનારને પણ નુકસાન થયું છે. દેશના લાખો મધ્‍યમ વર્ગના લોકોને નુકસાન છે અને દેશની ઈકોનોમીને પણ નુકશાન થયું છે. ૨૦૧૭થી સ્‍થાપિત વિદેશી એજન્‍સીએ અત્‍યાર સુધીમાં ૧૮ કંપનીઓના આવા ભ્રામક રિપોર્ટ બનાવીને સાફ કરી દીધી છે.

દેશમાં વિદેશી એજન્‍સીના રિપોર્ટ બાદના ઘટનાક્રમમાં હવે દેશમાં અદાણી ઉદ્યોગ જુથ તરફથી એક મુહિમ ચાલુ કરવામાં આવી છે. આઈ સપોર્ટ અદાણી મુહિમમાં અનેક લોકોએ જોડાઈ પોતાનો ટેકો જાહેર કર્યો છે.

ઉલ્લેખનિય છે કે, હાઈડેનબર્ગ જેવી વિદેશી એજન્‍સી શેર બજારમાં મોટાપાયે રોકાણ કરે છે. શેરના ભાવો ઘટાડો થાય, ત્‍યારે કરોડો રૂપિયાનું રોકાણ કરે છે, અને સારો નફો કમાય છે. દેશમાં ચાલુ થયેલી સમર્થન ઝુંબેશમાં જણાવાયું છે કે, એક ભારતીય હોવાને નાતે મારો સપોર્ટ અદાણીને છે એને રહેશે જ. વિદેશી એજન્‍સીને નહીં રહે. એ વિદેશી એજન્‍સી કોઈ દેશની અધિકળત સંસ્‍થા પણ નથી. અને હું મુર્ખ નથી કે એના રિપોર્ટના આધારે દેશના લાખો લોકોને રોજગારી આપતી અદાણી કંપની પર તૂટી પડું. દેશના ઉદ્યોગપતિઓ દેશની કરોડરજ્જુ છે.

આ પ્રકારના સંદેશ સોશિયલ મિડિયા મારફતે વાયરલ થયા છે. દેશમાં એક મોટો સમુદાય આઈ સપોર્ટ અદાણી ઝુંબેશ સાથે જોડાઈ રહ્યો છે.

(3:53 pm IST)