Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

જૂનાગઢ નોબલ સ્‍કૂલના પૂર્વ વિદ્યાર્થી વિરલ જોષીએ ન્‍યુઝીલેન્‍ડમાં નવી કેડી કંડારી

જૂનાગઢ : અકિલાના પત્રકાર વિનુભાઇ જોષીના પુત્ર વિરલએ જૂનાગઢની નોબલ સ્‍કૂલમાં ધો. કેજીથી લઇ ૧૨ સાયન્‍સ સુધી અભ્‍યાસ કરી હાલ ન્‍યુઝીલેન્‍ડમાં નવી કેડી કંડારી ન્‍યુઝીલેન્‍ડના ઓકલેન્‍ડ સીટીમાં મનુકાઉ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ટેકનોલોજી (એમ.આઇ.ટી.)માં હ્યુમન રિર્સોસ મેનેજમેન્‍ટનો અભ્‍યાસ કરી અને ત્‍યાંની બોનાકાર્ડ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં આસી.મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

ત્રણ વર્ષ બાદ વિરલ ભારતમાં માદરે વતન જૂનાગઢ એક માસ માટે આવી પહોંચતા તેણે સૌપ્રથમ જે શાળામાં અભ્‍યાસ કરેલ તે નોબલ સ્‍કૂલ ની મુલાકાત લઇ શાળા સંચાલક શ્રી કે.ડી.પંડયાના તથા આચાર્યા રેખાબેન ઓડેદરાને મળી તેના આર્શિવાદ મેળવ્‍યા હતા અને વિદ્યાર્થી જીવનના પ્રસંગો યાદ કરી શાળા પરિવાર પ્રત્‍યે અહોભાવ વ્‍યકત કર્યો હતો. (અહેવાલ : વિનુ જોષી, તસવીરઃ મુકેશ વાઘેલા)

(1:40 pm IST)