Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

જ્ઞાનશકિત રેસિડેન્‍સીયલ સ્‍કુલ ઓફ એકસેલન્‍સ યોજના હેઠળ ૭પ શાળાઓ શરૂ કરવા આયોજન

૧ લાખ પ્રતિભાશાળી તથા પ૦ હજાર આદિવાસી છાત્રોને લાભ

ખંભાળીયા તા. ૧ : રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજયની સરકારી શાળાઓમાં અભ્‍યાસ કરતા તેજસ્‍વી છાત્રો માટે તથા આદિવાસી વિસ્‍તારના બાળકો માટે સર્વાંગી વિકાસ સાથેનું શિક્ષણ મળે તે માટે જ્ઞાન શકિત રેસીડેન્‍સીયલ સ્‍કુલ ઓફ એકસેલેન્‍સ યોજના હેઠળ ૭પ શાળાઓ શરૂ કરવા આયોજન કરાયું છે તથા આ માટે નવ હજાર લાખ કરોડ બજેટમાં પણ ફાળવણી કરવામાં આવી છે.

પ૦ સંકુલોમાં ધો. ૬ થી ૧ર ના પ્રતિભાશાળી ફળ એક લાખ છાત્રો માટે તથા બિરલા મુંડા જ્ઞાન શકિત રેસી. સ્‍કુલ ઓફ એકસેલન્‍સમાં પ૦ હજાર છાત્રો માટેની વ્‍યવસ્‍થા થશે. દરેક સંકુલમાં બે હજાર છાત્રો રહેશે. ૧૦ એકર જમીન તથા ર૦ કરોડનું રોકાણ કરવાની પાત્રતા વાળા લોકો પાસેથી અરજીઓ માંગવામાં આવી હતી. જેમાં ૧૧પ વ્‍યકિતઓની ચકાસણી કરીને ૭પ શાળા સ્‍થળો પસંદ કરાયા છે. જેમાં રમતગમત, યોગ, ચિત્ર, સંગીત તથા શિક્ષણ સાથે છાત્રોના સર્વાંગી વિકાસનું આયોજન થશે.

આ શાળામાં શિક્ષણ, નિવાસી સુવિધાઓ, રમત-ગમત, કલા, વ્‍યાવાસાયિક કૌશલ્‍ય, તાલીમ, કારકીર્દી માર્ગદર્શન, સ્‍પર્ધાત્‍મક પરીક્ષા  વિ. ની સવલતો પણ વિનામૂલ્‍યે પુરી પાડવામાં આવશે જેથી તેજસ્‍વી છાત્રોનો સર્વાંગી વિકાસ થાય તેવું સુંદર આયોજન રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્‍યું છે.

(1:37 pm IST)