Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

મધ્‍યપ્રદેશથી આવેલ પુત્રીને તેડવા આવતા લાગી આવ્‍યુઃ કાલાવાડના બાંગા ગામે કિશોરીનો આપઘાતઃ જામનગરમાં લૂંટારૂ ટોળકી ઝબ્‍બે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧: કાલાવડ તાલુકાના બાંગા ગામે રહેતા રાયસિંગભાઈ રડતીયાભાઈ કનેસ, ઉ.વ.૪૦ વાળા એ ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, રાધાબેન રાયસિંગભાઈ રડતીયાભાઈ કનેસ, ઉ.વ.૧૪, રે. હાડાટોડા ગામવાળાના પિતા રાયસીંગભાઈને રાધાબેન તથા તેના કાકાનો દિકરો તેમના વતનથી કોઈને કહ્યા વગર હાડાટોડા ગામે મેઘરાજસિંહ વનરાજસિંહ જાડેજાની વાડીમાં ખેતી કામ કરવા આવેલ હોય અને રાધાબેનને તેડી જવા માટે તેના પિતાને જાણ કરતા તેઓ આવતા જે બાબતે મરણજનાર રાધાબેનને તેના પિતાના ઘરે જવુ ન હોય જેથી તેને મનમાં લાગી આવતા પોતે પોતાના હાથે ઝેરી દવા પી જતા સારવાર દરમ્‍યાન મૃત્‍યુ પામેલ છે.

બી.પી.ની બિમારી સબબ વૃઘ્‍ધનું મોત

રાજકોટમાં અક્ષર કોમ્‍પલેક્ષ ૩૦૧ માં રહેતા પિયુષભાઈ જેન્‍તીભાઈ ટીંબડીયા, ઉ.વ.૩ર વાળા એ કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, જેરામભાઈ નાથાભાઈ ટીંબડીયા, ઉ.વ.૬૬, રે. દડવી ગામ, જિ. રાજકોટ વાળા ખીમાણી સણોસરા ગામે પોતાના મિત્ર વશરામભાઈ સાવલીયાને ત્‍યાં દશેક દિવસથી રહેતા હોય જેરામભાઈને છાતીમાં દુઃખાવો ઉપડતા પ્રથમ સારવાર કાલાવડ સરકારી હોસ્‍પિટલ ત્‍યારબાદ વધુ સારવાર રાજકોટ સરકારી હોસ્‍પિટલ ખાતે સારવારમાં બી.પી. વધી જતા સારવાર દરમ્‍યાન મૃત્‍યુ પામેલ છે.

મકાન પચાવી પાડતા લેન્‍ડગ્રેબીંગની ફરીયાદ

પંચ બી પોલીસ સ્‍ટેશનમાં ન્‍યાલચંદ વીરપાળ શાહ(ચંદરીયા), ઉ.વ.૮પ, રે. કામદાર કોલોની શેરી નં.૩, પુષ્‍ય રેસીડન્‍સી પહેલા માળ વાળાએ ફરીયાદ નોંધાવી છે કે, ન્‍યાલચંદની સંયુકત માલિકીના કનસુમરા ગામે આવેલ એક રહેણાક મકાન તથા વખારને આરોપી રીઝવાન નુરાભાઈ ઉર્ફે નુરમામદભાઈ ખીરા એ ગેરકાયદેસર કબ્‍જો કરી તોડી પાડી તેમા પોતાનું નવું બાંધકામ શરૂ કરી અને બીજા મકાનના તાડા તોડી તેમા કબ્‍જો કરેલ હોય જેથી ફરીયાદીએ કલેકટરને લેન્‍ડગ્રેબીંગની ફરીયાદ નોંધાવી છે.(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧: કાલાવડ તાલુકાના બાંગા ગામે રહેતા રાયસિંગભાઈ રડતીયાભાઈ કનેસ, ઉ.વ.૪૦ વાળા એ ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, રાધાબેન રાયસિંગભાઈ રડતીયાભાઈ કનેસ, ઉ.વ.૧૪, રે. હાડાટોડા ગામવાળાના પિતા રાયસીંગભાઈને રાધાબેન તથા તેના કાકાનો દિકરો તેમના વતનથી કોઈને કહ્યા વગર હાડાટોડા ગામે મેઘરાજસિંહ વનરાજસિંહ જાડેજાની વાડીમાં ખેતી કામ કરવા આવેલ હોય અને રાધાબેનને તેડી જવા માટે તેના પિતાને જાણ કરતા તેઓ આવતા જે બાબતે મરણજનાર રાધાબેનને તેના પિતાના ઘરે જવુ ન હોય જેથી તેને મનમાં લાગી આવતા પોતે પોતાના હાથે ઝેરી દવા પી જતા સારવાર દરમ્‍યાન મૃત્‍યુ પામેલ છે.

બી.પી.ની બિમારી સબબ વૃઘ્‍ધનું મોત

રાજકોટમાં અક્ષર કોમ્‍પલેક્ષ ૩૦૧ માં રહેતા પિયુષભાઈ જેન્‍તીભાઈ ટીંબડીયા, ઉ.વ.૩ર વાળા એ કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, જેરામભાઈ નાથાભાઈ ટીંબડીયા, ઉ.વ.૬૬, રે. દડવી ગામ, જિ. રાજકોટ વાળા ખીમાણી સણોસરા ગામે પોતાના મિત્ર વશરામભાઈ સાવલીયાને ત્‍યાં દશેક દિવસથી રહેતા હોય જેરામભાઈને છાતીમાં દુઃખાવો ઉપડતા પ્રથમ સારવાર કાલાવડ સરકારી હોસ્‍પિટલ ત્‍યારબાદ વધુ સારવાર રાજકોટ સરકારી હોસ્‍પિટલ ખાતે સારવારમાં બી.પી. વધી જતા સારવાર દરમ્‍યાન મૃત્‍યુ પામેલ છે.

મકાન પચાવી પાડતા લેન્‍ડગ્રેબીંગની ફરીયાદ

પંચ બી પોલીસ સ્‍ટેશનમાં ન્‍યાલચંદ વીરપાળ શાહ(ચંદરીયા), ઉ.વ.૮પ, રે. કામદાર કોલોની શેરી નં.૩, પુષ્‍ય રેસીડન્‍સી પહેલા માળ વાળાએ ફરીયાદ નોંધાવી છે કે, ન્‍યાલચંદની સંયુકત માલિકીના કનસુમરા ગામે આવેલ એક રહેણાક મકાન તથા વખારને આરોપી રીઝવાન નુરાભાઈ ઉર્ફે નુરમામદભાઈ ખીરા એ ગેરકાયદેસર કબ્‍જો કરી તોડી પાડી તેમા પોતાનું નવું બાંધકામ શરૂ કરી અને બીજા મકાનના તાડા તોડી તેમા કબ્‍જો કરેલ હોય જેથી ફરીયાદીએ કલેકટરને લેન્‍ડગ્રેબીંગની ફરીયાદ નોંધાવી છે.

પંચ એ પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. વનરાજભાઈ માડણભાઈ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે, સને ર૦૧પ થી તા.૧-૬-ર૦રર દરમ્‍યાન શેખપાટ પાટીયા પાસે આરોપી આબીદ ઉર્ફે આબલો રસીદ ચગડા(ભડાલા), અબ્‍દુલ કાસમભાઈ જોખીયા, હુશેન ઉર્ફે હુશનો ચોર અલીમામદ જાનમામદ જોખીયા, ઈસ્‍માઈલ ઉર્ફે ભુરો ઈબ્રાહીમ પરાની એ લુંટ તથા ઘરફોડ ચોરીઓ કરવા માટે ટોળી બનાવી સમાન ઈરાદો પાર પાડવા ગુનાહીત કાવતરૂ રચી ગેંગ બનાવી લુંટ ઘરફોડ ચોરીઓને અંજામ આપી ગુનાહીત કૃત્‍ય કરી ગુનો કરેલ છે.

કરીયાણીની દુકાનમાં હાથફેરો

અહીં સીટી એ પોલીસ સ્‍ટેશનમાં જીગ્નેશભાઈ ભુપેન્‍દ્રભાઈ કોટેચા, ઉ.વ.૩૮, રે. નીલકંઠ પાર્ક પ્‍લોટ નં.૩૭/એચ, મયુર ટાઉનશીપ પાછળ, રણજીતસાગર રોડવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૯-૧-ર૦ર૩ના રણજીત સાગર રોડ, સુભાષપાર્ક મેઈન રોડ પર ફરીયાદી જીગ્નેશભાઈ જલારામ વસ્‍તુ ભંડાર નામની દુકાનમાં થયેલ વેપાર વકરો એક બ્‍લુ કલરના પાર્સમાં રાખેલ રૂ.૧,૦૭,૦૦૦/- હોય તે દુકાન બંધ કરતી વખતે બહાર દુકાનના હુકમાં ટીંગાડી દુકાન બંધ કરી ભુલી જઈ જતા રહેલ ફરી લેવા આવતા પર્સ જોવામાં આવેલ ન હોય જે પર્સ કોઈ અજાણ્‍યા ઈસમે ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

દરેડમાં જુગાર રમતા ઝડપાયા

અહીં પંચ બી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. સુમીતભાઈ હિરાભાઈ શિયાર એ ફરીયાદ નોંધાવી છે કે, દરેડ આલ્‍ફાસ્‍કુલની સામે ની ગલીમાં સાગાભાઈની ખોલીની પાસે સ્‍ટ્રીટલાઈટના અજવાળે આરોપીઓ રાકેશ હરદાસભાઈ જાટવ, અરવીંદ રામશરણ કશ્‍યપ, તીરભુવન ઘનશ્‍યામભાઈ લોહાર, તેજપાલ લાલારામ કશ્‍યપ એ જુગાર રમી રૂ.૧૧,ર૪૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

અહીં પંચ બી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. સુમીતભાઈ હિરાભાઈ શિયાર એ ફરીયાદ નોંધાવી છે કે, દરેડ આલ્‍ફાસ્‍કુલની સામે ની ત્રીરંગા ખોલીની પાસે સ્‍ટ્રીટલાઈટના અજવાળે આરોપીઓ આસીફ અબ્‍બાસભાઈ જુસબભાઈ ખફી, જાવીદ ગડુભાઈ અંસારી, સાકીબ સાહીદભાઈ ખાન એ હારજીત કરી રોકડા રૂ.૧૦,૩૩૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

શેઠવડાળા ગામે આંકડા લખતો ઝડપાયો

અહીં શેઠવડાળા પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. જયરાજસિંહ દિલીપસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, શેઠવડાળા બસ સ્‍ટેન્‍ડપાસે આરોપી દેવશીભાઈ સુરાભાઈ મકવાણાએ વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.પ૪૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

વ્‍યાજની ઉઘરાણી કરતા રાવ

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ચંદનભાઈ રામજીભાઈ બથવાર, ઉ.વ.રર, રે. ધરારનગર-૧, ઈદ મસ્‍જિદ પાસે જામનગરવાળા એ આજથી છ માસ પહેલા અને ત્‍યારબાદ અવાર નવાર આજદિન સુધી આરોપી વિશાલ વિનોદરાય ખખ્‍ખર એ મોટર સાયકલની અવેજમાં ફરીયાદી ચંદનભાઈની માતાને રૂપિયા પ૦૦૦/ માસીક દશ ટકાના ઉચા વ્‍યાજદરથી આપી બાદમાં મોટરસાયકલ નુકશાન કરેલ હાલતમાં પરત આપી તથા વ્‍યાજની વારંવાર ઉઘરાણી કરી ગુનો કરેલ છે.

બીયરના ટીન સાથે ઝડપાયો

પંચ એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. કમલેશ અમુભાઈ ખીમાણીયા એ ફરીયાદ નોંધાવી છે કે, ખીમરાણા ગામના પાટીયા પાસે આરોપી રણજીતસિંહ ઉર્ફે બન્‍ટુભા વેલુભા જાડેજાએ બીયર ટીન નંગ-૩, કુલ રૂ.૩૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે

(1:33 pm IST)