Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

પોરબંદરના ખાપટમાં દરવાજા વિના'ના જાહેર શૌચાલયો

જાળવણીના અભાવે દરવાજા- નળ તુટી ગયાઃ સફાઇના અભાવે ઉભરાતી ગંદકી

પોરબંદર, તા.૧: ખાપટ-કોલીખડા રોડ પર ખાપટ ગામના પાટિયા નજીક ઝુંપડપટ્ટી પાસે નગરપાલિકાના તંત્રએસ્ત્રી-પુરુષો માટે બનાવેલ

શૌચાલયો દરવાજા વિહોણા અને તમામ પ્રકારની સુવિધાઓ વિહોણા બની ગયા હોવાથી બિનઉપયોગી બની ગયા છે. પોરબંદર કોંગ્રેસ દ્વારા આ અંગે ઉચ્‍ચકક્ષાએ ઉગ્ર રજૂઆત કરી છે.

કોંગ્રેસના રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા જીલ્લા વહીવટી તંત્રનેકરેલી રજૂઆતમાં જણાવ્‍યું છે કે, નગરપાલિકામાં ભેળવી દેવાયેલ ખાપટ વિસ્‍તારમાં ૧૪માં નાણાપંચની ગ્રાન્‍ટ અન્‍વયે વર્ષ ર૦૧૭-૧૮ માં અંદાજે સાડા છ લાખ રૂપિયાના ખર્ચે ખપટટકોલીખડા રોડપર ગણપતીની મૂર્તિઓ બનાવતા લોકોની ઝુંપડપટ્ટી નજીકસ્ત્રીઓ અને પુરુષો માટેના જાહેર શૌચાલયો બનાવી દેવામાં આવ્‍યા હતા પરંતુ ત્‍યારબાદ તેની જાળવણીના અભાવે તેના દરવાજા તૂટીફૂટીને ગુમ થઇ ગયા છે તથા નળ પણ ભાંગી ગયા છે નગરપાલિકાનું તંત્ર વ્‍યવસ્‍થિત સાફ-સફાઈ કરાવવામાં બેદરકારી દાખવી હોવાથી આ સોચાલયો ગંદકીથી ખદબદી રહ્યા છે અને શૌચક્રિયા માટે અંદર કોઈ જઈ શકે પણ નહી તેવીપરિસ્‍થિતિ સર્જાઈ છે.

કોંગ્રેસના આગેવાન રામદેવભાઈએ તંત્રને કરેલી રજુઆતમાં જણાવ્‍યું છે કે પોરબંદરના આ વિસ્‍તારમાં ર૦૦થી વધુ પરિવારો વસવાટ કરે છે. પણ ત્‍યાં વ્‍યવસ્‍થિત શૌચાલય કે મોબાઈલ ટોઇલેટની કોઈ વ્‍યવસ્‍થા નથી મહિલાઓ દીવાલની આડમાં શોચક્રિયા માટે જાય છે. તંત્રએ તાત્‍કાલિક ધોરણે અહી શૌચાલયની વ્‍યવસ્‍થા કરી આપવી જોઈએ.

ખાપટના આ વિસ્‍તારમાં શૌચાલયમાં ગંદકીના ગંજ ખડકાયેલા છે વ્‍યવસ્‍થિત સાફ સફાઈ કરવામાં આવતી નથી. શૌચાલયોમાં ઝાડી ઝાંખરાનું સામ્રાજ્‍ય જોવા મળે છે તો શૌચાલય પરજવાના માર્ગે કચરાના ઢગલા જોવા મળે છે. આ ગંદકીના ઉપદ્રવને લીધે જીવ-જંતુનો ઉપદ્રવ વધે છે જેનાથી મચ્‍છરજન્‍ય અને પાણીજન્‍ય રોગો ફેલાઈ શકે છે. તેમ રજૂઆતમાં જણાવેલ છે

(1:10 pm IST)