Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

કેશોદ નગરપાલિકાનાં અધિકારીઓ એ હાથ ઉંચા કરતાં આંદોલનનું રણશિંગું ફુંકયું

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા.૧ :  આંબાવાડી મહેન્‍દ્રસિંહ ચોક રાજ સિનેમા રોડ પરનાં વેપારીઓ અને રહીશો રાજુભાઈ બોદરની આગેવાની હેઠળ કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર ને તુટી ગયેલાં રોડ પર રીસર્ફેસીગ ગ્રાન્‍ટ માં થી ડામર રોડ બનાવવા લેખિતમાં રજૂઆત કરવા ગયેલા હતાં ત્‍યારે આવશ્‍યક સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવા ને બદલે હાથ ઉંચા કરી સત્તાધિશોએ નિર્ણય લેવાનો હોય છે અમે કાંઈ કરી શકીએ નહીં. કેશોદ નગરપાલિકા નાં જવાબદાર અધિકારી નાં  પ્રત્‍યુતર થી આંબાવાડી મહેન્‍દ્રસિંહ ચોક રાજ સિનેમા રોડ પરનાં વેપારીઓ અને રહીશો દ્વારા પંદર દિવસમાં ડામર રોડનું કામ કરવામાં આવશે નહીં તો સત્તાધિશોને સદબુદ્ધિ આપવા રામધૂન બોલાવી આંદોલન નું રણશિંગું ફુંકયું છે. કેશોદના આંબાવાડી મહેન્‍દ્રસિંહ ચોક રાજ સિનેમા રોડ પર સીમેન્‍ટ રોડ બનાવવામાં આવેલ ત્‍યારે નબળી ગુણવત્તા વાળાં કામથી એક સપ્તાહ માં ખાડા પડી જતાં પાણી ભરાઈ જતાં ગેરન્‍ટી પિરીયડ માં કામ રાખનાર એજન્‍સી વિરૂધ્‍ધ કાયદેસર કાર્યવાહી કરી બ્‍લેક લીસ્‍ટ કરવા રાજુભાઈ બોદર દ્વારા લેખિતમાં ફરિયાદ કરી હતી આમછતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.

 

(1:33 pm IST)