Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

કુતિયાણામાં ૧૨૦ બોટલ દારૂ ઝડપાયો

પોરબંદર,તા.૧ : કુતિયાણામાં ઇંગ્‍લીશ દારૂની ૧૨૦ બોટલો કિં. રૂા. ૪૮૪૦ની સાથે દેવશી કારાભાઇ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને પોલીસે પકડી પાડયાં હતા.

જીલ્લામાંથી દારૂની બદી દૂર કરવા માટે આપેલ સુચના અન્‍વયે તથા નાયબ પોલીસ અધિક્ષક પોરબંદર ગ્રામ્‍યશ્રી સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ કુતિયાણા પો.સ્‍ટે.ના પો.સબ. ઇન્‍સ. એ.એ.મકવાણા તથા કુતિયાણા સર્વેલન્‍સ સ્‍ટાફના માણસો પો.સ્‍ટે. વિસ્‍તારમાં નાઇટ પેટ્રોલીંગ દરમ્‍યાન પો.કોન્‍સ. યશપાલસિંહ વાળાને ખાનગી રાહે હકીકત મળેલ કે કુતિયાણા રબારી કેડામાં સામત બટુકભાઇ કરમટાએ પોતાના રહેણાંક મકાનના પાછળના ભાગે આવેલ વાડામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરે છે જેથી સદરહું જગ્‍યાએ સાથેના સ્‍ટાફને લઇ રેઇડ કરતા નીચે જણાવેલ આરોપીએ વિદેશી દારૂની બોટલો નંગ-૧૨૦ બોકસ ૧૦ કિં.રૂા. ૪૮૪૮૦ ના મુદ્દામાલ સાથે દેવશી કારાભાઇ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરને પકડી પાડેલ છે.

આ દારૂ પકડવાની કામગીરી પો.સબ.ઇન્‍સ. એ.એ.મકવાણા, પો.હેડ કોન્‍સ. એચ.ડી.સીસોદીયા, પો.કોન્‍સ. યશપાલસિંહ વાળા, ભરતભાઇ ગોજીયા, પીયુષ ઓડેદરા, મેરામણ ખોડભાયા કુતિયાણા પો.સ્‍ટે. જોડાયા હતા.

(1:07 pm IST)