Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

રાણાવાવમાં નેત્રમણી બેસાડવાનો સુપર મેગા કેમ્‍પ યોજાયો : ૧૫૪ દર્દીઓને લાભ

પોરબંદર,તા.૧ : ભારતીય જનતા પાર્ટી અને રાજયની  નંબર એક આંખ ની હોસ્‍પિટલ શ્રી રણછોડદાસ બાપુ ચેરીટેબલ (રાજકોટ) ના સંયુક્‍ત ઉપક્રમે રાણાવાવ માં સુપર મેગા નિદાન અને  નેત્રમણી કેમ્‍પ નું આયોજન કરવામાં આવેલ હતું.

આ નેત્ર કેમ્‍પમાં ૧૫૪ લોકો ના નિદાન કરવામાં આવેલ જેમાંથી ઑપરેશન વાળા દર્દીઓ ને એક મોટી બસ માં રાજકોટ ખાતે મોકલાયા. આ ઑપરેશન વાળા દર્દીઓ ને જમવાની વ્‍યવસ્‍થા પૂર્વ ધારાસભ્‍ય કરશનભાઇ ઓડેદરા દ્વારા રાખવામાં આવી હતી

 આ કેમ્‍પ માં દીપપ્રાગટય જીલ્લા ભાજપ  પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયા, પૂર્વ ધારાસભ્‍ય કરશનભાઇ ઓડેદરા, A.P.M.C. ચેરમેન લક્ષમણભાઈ ઓડેદરા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ગોપાલભાઈ કોઠારી,ના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું .

કેમ્‍પ માં તાલુકા મંડલ પ્રમુખ બીપીનભાઈ કરથીયા, જગદીશભાઈ બાપોદરા, રામદેભાઈ ઓડેદરા, કિરીટભાઈ બપોદરા, નાથાભાઇ ગાધેર, માલદેભાઈ મોઢવાડીયા,  રવીભાઈ નાઢા, ભોજાભાઈ જાદવ, બાબુભાઇ ચૌહાણ, ઉપસ્‍થિત રહ્યા હતા.

  કેમ્‍પ ને સફળ બનાવવા જિલ્લા ભાજપ પ્રમુખ  કિરીટભાઈ મોઢવાડીયા, ધવલભાઈ જોશી, ભરતભાઇ રાઠોડ, રામદેભાઈ ઓડેદરા, જગદીશભાઈ બાપોદરા, કિરીટભાઈ બપોદરા, નાથાભાઇ ગાધેર સર્વે એ જહેમત ઉઠાવી હતી.

(1:06 pm IST)