Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

ઔદ્યોગિક નગરી મોરબી પાલિકાની તિજોરી તળિયાઝાટક : વાહનો રીપેરીંગ કરવા પણ પૈસા નથી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૧: મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાને પગલે નગરપાલિકા સુપરસીડ કરવાની વાતો વચ્‍ચે આજે મોરબી નગરપાલિકાના કાઉન્‍સીલરો સાથે ધારાસભ્‍ય કાન્‍તિલાલ અમૃતિયાએ મીટીંગ યોજી હતી જે મીટીંગમાં પાલિકાની તિજોરી તળિયા ઝાટક હોવાનો ચોકાવનારો ખુલાસો થયો છે

ધારાસભ્‍ય કાન્‍તિલાલ અમૃતિયાએ ખાનગી મીટીંગ બોલાવી હતી જેમાં ૩૯ સભ્‍યો હાજર રહયા હતા તો ૧૩ સભ્‍ય ગેરહાજર રહ્યા હતા ધારાસભ્‍ય કાન્‍તિલાલ અમૃતિયા અને ઇન્‍ચાર્જ ચીફ ઓફિસર મુછારની ઉપસ્‍થિતિમાં મળેલી મીટીંગમાં સદસ્‍યો પાસે કેટલાક જવાબો માંગવામાં આવ્‍યા હતા જેમાં અનેક ખુલાસા થયા હતા જેમાં દર મહીને પાલિકાનો ખર્ચ ૮૦ થી ૮૫ લાખ જેટલો છે લાઈટ બીલ ભરવાના ૪ વર્ષના બાકી છે પરંતુ પાલિકાની તિજોરી તળિયા ઝાટક છે તિજોરીમાં સ્‍વ ભંડોળની રકમ નહીવત હોવાનું જાણવા મળ્‍યું હતું

તેમજ ૬૦૦૦ નવી લાઈટ નાખવામાં આવી હોય તે મામલે ધારાસભ્‍યએ રોશની વિભાગના અધિકારી પાસે જવાબ માંગ્‍યો હતો અને કરકસર કરવા માટે જણાવ્‍યું હતું ૨ મહિનાની મુદત આપી છે અને લાઈટ બીલમાં ૨૦ ટકા ફાયદો થવો જોઈએ તેવી તાકીદ કરવામાં આવી હતી તો સફાઈ માટે ૫૦ લાખનું મશીન પાલિકા પાસે છે પરંતુ તેના સંચાલન માટે ટેકનીકલ ટીમ નથી પાલિકા પાસે સ્‍વભંડોળની રકમ નથી જેથી વાહન રીપેરીંગ અને ડીઝલ માટે પૈસા ખૂટી પડ્‍યા હોય તેવો ઘાટ સર્જાયો છે તો સફાઈ કર્મચારીના ૩૧ બોગસ નામોના પેમેન્‍ટ અગાઉ થતા હતા તે હટાવી દેવામાં આવ્‍યા હોવાની માહિતી વિભાગના જવાબદાર અધિકારીએ ધારાસભ્‍યને આપી હતી

ધારાસભ્‍યએ તમામ સદસ્‍યોને પોતાના વિસ્‍તારના તૂટેલા રોડનું લીસ્‍ટ બનાવવા કહ્યું હતું ૩ વર્ષમાં બનેલા રોડ નવા બનાવવા અને ૫૦ ટકા રકમ કોન્‍ટ્રાકટર પાસેથી વસુલવાનું જણાવ્‍યું હતું તેમજ મામલતદારના અધ્‍યક્ષસ્‍થાને ત્રણ સભ્‍યોની કમિટી બનાવવા ધારાસભ્‍યએ સૂચન કર્યું હતું.

પેન્‍ડિંગ ઇ-મેમો ભરી દેજો નહિતર ફોજદારી કાર્યવાહી

મોરબી શહેરમાં ફરી પેન્‍ડિંગ ઈ-મેમો બાબતે કાર્યવાહી શરુ થઈ છે, જયાં શહેરમાં લાગેલ સીસીટીવી કેમેરા મારફતે ટ્રાફીક નિયમોનો ભંગ કરતા લોકોને ઇ-ચલણ ઇશ્‍યુ કરવામાં આવે છે. ત્‍યારે કરાયેલ ઇ-ચલણો પૈકી ભરપાઇ ન થયેલ ચલણોનાં કુલ- ૩૩૬૯ કેસ પેન્‍ડિંગ છે. જે સંદર્ભે આગામી તા.૧૧/૨/૨૦૨૩ ના રોજ લોક અદાલતમાં રજૂ કરવામાં આવશે.

જે સંદર્ભે લીગલ કોર્ટ ધ્‍વારા નોટીસની બજવણી થયેલ છે. આ લોક અદાલત બાદ પણ જો કોઇ મેમો ભરશે નહી તો તેના વિરૂધ્‍ધ ફોજદારી કાર્યવાહી કરાશે. જેથી પોલીસે નાગરિકોને અપીલ કરી હતી કે જો તેમનું ઇ-ચલણ ભરવાનું બાકી હોય તો તારીખ ૧૧-૦૨-૨૦૨૩ પહેલા ટ્રાફીક શાખા- રૂમ નં-૧૧, પોલીસ અધિક્ષકની કચેરી, જીલ્લા સેવા સદન કેમ્‍પસ, સો-ઓરડી સામે, મોરબી-૨ અથવા શનાળા પોલીસ ચોકી, ઉપરના માળે, છોટાલાલ પેટ્રોલ પંપ ની બાજુમાં, શનાળા રોડ, મોરબી-૧ પર ઇ-ચલણની રકમ ભરી શકે છે.

અને જો ઓનલાઇન ઓનલાઇન ઇ-ચલણ ચેક કરવી હોય અને રકમ ચૂકવવી હોય તો પ્‍લે સ્‍ટોર પર થી VISWAS નામની એપ્‍લીકેશન ડાઉનલોડ કરી શકે છે અથવા https:// echallanpayment. Gujarat.gov.in વેબસાઇટ પરથી પણ મેમો ભરી શકે છે. આ અંગે વધુ માહિતી માટે ફોન નઃ- ૦૨૮૨૨-૨૪૨૬૨૫ પર સંપર્ક કરવાનું ટ્રાફિક પોલીસની યાદીમાં જણાવામાં આવ્‍યું છે.

બેરોજગારો પાસેથી નાણા પડાવવાનું કાવતરૂં : કોંગ્રેસનો આક્ષેપ

કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ અખબારી યાદીમાં જણાવાયું હતું કે, નોકરીવાંચ્‍છુ પરિક્ષાર્થીઓ પાસેથી રૂા. ૨૦૦ થી ૮૦૦ સુધીના પેપર ફીના પૈસા ઉઘરાવાય છે. નોકરીમાં અગીયાર સો જગ્‍યા માટે નવ લાખ કરતા પણ વધુ લોકો પાસેથી પરિક્ષા ફી ઉઘરાવાય છે. જુદી જુદી પરિક્ષા માટે અલગ અલગ ફી રાખવામાં આવે છે ત્‍યારે આવા જુનિયર કલાર્ક માટે સામાન્‍ય લોકો પરિક્ષા આપતા હોય છે. તેઓની પેપર ફી ઉપરાંત તેવોના આવવા-જવાનું અને જે તે જગ્‍યા એ રોકાવવાનો પણ મસમોટો ખર્ચ આવે છે. આ બધા પરિક્ષાર્થી પેપર લીકના બહાને પરિક્ષા રદ કરાવે છે ત્‍યારે આમાં સો એ સો ટકા સરકારનો હિસ્‍સો રહેલ છે. લોકો મહેનત મજુરી કરી પેપર ફી અને આવન જાવન ખર્ચ કરે છે. આ પેપર લીક એક વખત નથી થયું અનેક વખત થાય છે. મતલબ સરકાર નોકરી આપવા ઈચ્‍છતી નથી માત્ર અને માત્ર લોકોની લાગણી સાથે ખીલવાડ કરે છે અને નાના લોકોની મશ્‍કરી કરે છે. તેવા સંજોગોમાં આ બનાવ વધુ ગંભીર અને ભયાનક છે જે અંગે ચોકકસ પગલા લેવા જોઈએ. આગામી પરિક્ષામાં પેપર ફી અને મુસાફરી, રહેવા માટેનો ખર્ચ સરકારે આપવું જોઈએ. તેવી માંગ ઉઠાવી છે.

જલારામ મંદિર નેત્રમણી નેત્રયજ્ઞ કેમ્‍પ યોજાશે

આંખ ની હોસ્‍પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્‍પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્‍દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્‍યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્‍પ દર મહીનાની ૪ તારીખે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્‍યાપુરી રોડ, મોરબી ખાતે યોજવામાં આવે છે

 

જે અંતર્ગત તા.૪-૨-૨૦૨૩ શનીવારના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન મોરબી ના સ્‍વ. ઠાકરશીભાઈ પુંજાભાઈ મિસ્ત્રી પરિવારના સહયોગથી વિનામુલ્‍યે કેમ્‍પ યોજાશે.જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્‍પીટલના ડો.બળવંતભાઈ,ડો. અલ્‍કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવશે તેમજ અત્‍યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફટ ફોલ્‍ડેબલ લેન્‍સ (નેત્ર મણી) સાથે વિનામુલ્‍યે ઓપરેશન કરવામા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્‍યવસ્‍થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્‍તો, ચશ્‍મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્‍યે સંસ્‍થા દ્વારા વ્‍યવસ્‍થા કરવામા આવી રહી છે.દર મહીનાની ૪ તારીખે આ કેમ્‍પ યોજાશે. કેમ્‍પનો લાભ લેવા માટે એડવાન્‍સ બુકીંગની કોઈ આવશ્‍યતા નથી. કેમ્‍પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮ નો સંપર્ક કરવા જણાવ્‍યુ છે.

(11:46 am IST)