Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

ખંભાળીયામાં શહેર યુવા ભાજપ દ્વારા રકતદાન કેમ્‍પ યોજાયો

ખંભાળીયા : શહેર યુવા ભાજપ દ્વારા સુભાષ ચંદ્ર બોઝની જન્‍મ જયંતિ નિમિતે ખંભાળીયાની સરકારી હોસ્‍પિટલની બ્‍લડ બેંકના લાભાર્થે રકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં ૪૧ બોટલ રકતદાન થતાં તે અર્પણ કરાઇ હતી. ભાજપના જિલ્લા મહામંત્રી શૈલેષભાઇ કણઝારીયા, જિલ્લા યુવા પ્રમુખ વનરાજસિંહ વાઢેર, યુવા પ્રભારી કુલદીપસિંહ ચુડાસમા, યુવા શહેર પ્રમુખ મોહીત પંડયા, અગ્રણીઓ ઇન્‍દ્રજીતસિંહ પરમાર, ભવ્‍ય ગોકાણી, રાજ પાબારી, પિયુષ કણઝારીયા, મુકેશ કાનાલી, દેવભાઇ શાહ, અશોકભાઇ કાનાણી, ભાવિન ઇનુરા, ભૌલીક ત્રિવેદી, વિ. જોડાયા હતાં. 

(11:40 am IST)