Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

આટકોટ હાઈવે પર આખલા યુધ્‍ધ થતાં હાઈવે પર ટ્રાફિકજામ

આટકોટઃ શેરીમાંથી લડતા લડતા બે આખલા હાઇવે પર આવી જતા નાના મોટા વાહનો થંભી ગયા હતા જેને છોડાવવા માટે સેવાભાવી લોકો દોડી ગયા હતા અને પાણીનો મારો પણ ચલાવવામાં આવ્‍યો હતો. લોકોમાં પણ ભાગદોડ મચી ગઈ હતી થોડી થોડી વાર માટે વાહનો પણ થોભી ગયા હતા આખલાને સેવાભાવી લોકોએ છોડાવ્‍યા હતા જેથી રાહતની લાગણી ફેલાઈ ગઈ હતી અવારનવાર લડતા આખલા કોઈ નો ભોગ લેવાઈ તે પહેલાં તેને પકડી ને અન્‍ય જગ્‍યાએ ખસેડવામાં આવે તેવી માંગણી ઉઠી છે.(તસવીરઃ કરશન બામટાઃ આટકોટ)

(11:35 am IST)