Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

ફકત નલીયામાં પ.૩ ડીગ્રી ઠંડી : અન્‍યત્ર ઠંડકમાં ઘટાડો

ગિરનાર ઉપર પવન સામાન્‍ય રહેતા રોપવે-સેવા યથાવત લઘુતમ તાપમાન ૧૧.૩ ડીગ્રી

રાજકોટ તા. ૧ :. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં ઘટાડા સાથે મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. દરરોજ મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડક સાથે શિયાળા જેવો માહોલ અનુભવાય છે.

જયારે સવારે સૂર્યનારાયણનાં દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ  જાય છે અને ઠંડીની અસરમાં ઘટાડો અનુભવાય છે. જયારે બપોરના સમયે ઠંડીના બદલે ગરમીની અસર અનુભવાય છે.

આજે કચ્‍છના નલીયામાં પ.૩ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે. જયારે અન્‍યત્ર ઠંડકમાં ઘટાડો નોંધાયો છે.

જુનાગઢ

(વિનુ જોશી) જુનાગઢ : ગિરનાર પર પવન સામાન્‍ય રહેલા રોપ-વે સેવા યથાવત રહી છે ત્‍યારે જૂનાગઢ સહિત સોરઠમાં વહેલી સવારથી પવન ફુંકાતા તાપમાનમાં વધારો થયો છે.

સવારથી જુનાગઢ સહિતનાં વિસ્‍તારોમાં પવને માજા મુકી હતી પવનને લઇ જુનાગઢમાં સરદાર બાગમાં બહુમાળી ભવન પાસે એક ઝાડ જમીનદોસ્‍ત થઇ ગયુ હતું. આ સિવાય અન્‍ય કોઇ નુકશાનનાં સમાચાર નથી.

દરમ્‍યાન ઉષા બ્રેકો કંપનીનાં રિજીયોનલ હેડ શ્રી દિપક કપલીસે સવારે અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ છે કે, નીચે સવારથી પવન ફુંકાય રહ્યો છે. પરંતુ ગીરનાર ઉપર પવનની ગતિ સામાન્‍ય હોવાથી રોપ-વે શરૂ રાખવામાં આવ્‍યો છે. આમ છતાં પવનની ગતિ વધશે તો જ રોપ-વે બંધ કરવામાં આવશે.

આજનાં પવનને લઇ સવારે જુનાગઢનું લઘુતમ તાપમાન ૧૬.૩ ડીગ્રી નોંધાયું હતું જેને લઇ આજે ગઇકાલની સરખામણીએ પાંચ ડીગ્રી તાપમાન વધતા  ઠંડી ગાયબ થઇ ગઇ જો કે, ભેજ ૬૯ ટકા રહેતા ઠારમાં ફરક પડયો ન હતો.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ર૭ મહત્તમ, ૧૪.પ લઘુતમ ૬૮ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૦ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

ક્‍યાં કેટલી ઠંડી

શહેર        લઘુત્તમ તાપમાન

ગિરનાર પર્વત   ૧૧.૩       ડિગ્રી

અમદાવાદ  ૧૩.૪  ,,

બરોડા       ૧૪.૮  ,,

ભાવનગર   ૧૭.૪  ,,

ભુજ         ૧૨.૦  ,,

ડીસા        ૧૨.૬  ,,

દીવ         ૧૪.૨  ,,

દ્વારકા       ૧૬.૪  ,,

કંડલા       ૧૪.૪  ,,

નલીયા     ૫.૩   ,,

પોરબંદર    ૧૬.૫  ,,

રાજકોટ     ૧ર.૮  ,,

સુરત        ૧૮.૨  ,,         વેરાવળ        ૧૭.૩  ,,

જામનગર   ૧૪.૫  ,,

જુનાગઢ       ૧૬.૩  ,,

(11:29 am IST)