Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

સૌરાષ્‍ટ્ર ક્ષત્રિય સમાજના પીઢ આગેવાન - પૂર્વ ધારાસભ્‍ય મહિપતસિંહજી જાડેજાનું અવસાન

ગોંડલના રીબડામાં અંતિમવિધી : ૮૩મો જન્‍મદિન અનોખી રીતે ઉજવ્‍યો'તો : જીવતા જગતીયુ કર્યુ હતુ

રાજકોટ તા. ૧ : ગોંડલ તાલુકાના રીબડા ગામના વતની અને સૌરાષ્‍ટ્ર ક્ષત્રિય સમાજના પીઢ આગેવાન તથા ગોંડલના પૂર્વ ધારાસભ્‍ય મહિપતસિંહજી જાડેજાનું અવસાન થયેલ છે.

સૌરાષ્ટ્રના પીઢ ક્ષત્રિય અગ્રણી અને માજી ધારાસભ્‍ય મહિપતસિંહ જાડેજાનુ આજે સવારે નિધન થયું છે. મહિપતસિંહ જાડેજા ગોંડલના રીબડા ગામનું બહુચર્ચિત નામ હતું. સામાન્‍ય ખેડૂત પરિવારમાં જન્‍મેલા મહિપતસિંહ જાડેજા અપક્ષ ધારાસભ્‍ય સભ્‍ય તરીકે ગોંડલમાંથી ચૂંટાઈને આવ્‍યા હતા. તેમના નિધનથી રાજયના ક્ષત્રિય સમાજમાં દુઃખની લાગણી છવાઈ છે. મહિપતસિંહ જાડેજા ગુજરાતના ટોચના ક્ષત્રિય આગેવાન હતા. મહિપતસિંહ જાડેજાએ ધારાસભ્‍ય કાળ દરમિયાન સૌરાષ્ટ્રના ખેડૂતોના પ્રશ્નો ઉઠાવ્‍યા હતા. રીબડા તેમના નિવાસ્‍થાનેથી ૯.૩૦ વાગ્‍યે અંતિમયાત્રા નીકળી હતી.

મહિપતસિંહ જાડેજા સૌરાષ્ટ્રના રાજકારણનું મોટું અને બહુચર્ચિત નામ હતું. તેઓને સરકાર દ્વારા બારવટીયા પણ જાહેર કરવામાં આવ્‍યા હતા. બાદમાં તેઓ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને ત્‍યારબાદ તેઓ ગોંડલના ધારાસભ્‍ય બન્‍યા હતા. તેઓએ ક્ષત્રિય સેનાની પણ સ્‍થાપના કરી છે જેના તેઓ પ્રમુખ પણ બન્‍યા હતા.ᅠ

ક્ષત્રિયોમાં વર્ચસ્‍વની લડાઈ માટે રીબડા હંમેશા ચર્ચાતું રહ્યું છે. ગોંડલનું અતિચર્ચાસ્‍પદ નામ એટલે મહિપતસિંહ ભાવુભા જાડેજા. ગરાસદારી ચળવળ અંતર્ગત ૧૯૫૨માં તેમની ધરપકડ થઈ. એક ઘા અને બે કટકાનો મિજાજ ધરાવતા મહિપતસિંહને એ સંદર્ભે ૧૯૫૭માં રાજકોટ, અમરેલી અને જૂનાગઢ એમ ત્રણ જિલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરાયા. સરકાર દ્વારા ફરી ૧૯૬૩માં ત્રણ જિલ્લામાંથી હદપાર કરાયા, પરંતુ હાઇકોર્ટે તેમની માનહાની અંગે સરકારે વળતર ચૂકવવા આદેશ સાથે નિર્દોષ જાહેર કર્યા. ૧૯૮૬માં સૌરાષ્ટ્રભરમાં ચડ્ડીબનિયાનધારી ગેંગ દ્વારા તરખાટ મચાવાયો હતો. સૌરાષ્ટ્રમાં ૧૭ જેટલા પેટ્રોલ પંપ પર ત્રાટકી લૂંટ કરી ચડ્ડીબનિયાનધારી ગેંગે પોલીસની ઊંઘ હરામ કરી હતી, રીબડામાં મહિપતસિંહના પેટ્રોલ પંપ પર અઢારમી લૂંટ માટે ગેંગ ત્રાટકી લૂંટને અંજામ આપે એ પહેલા મહિપતસિંહે ગેંગના ૧૬ પૈકી બે લૂંટારાને ઝડપી લઇ પોતાની જોંગોજીપ પાછળ બાંધી તાલુકા પોલીસને સોંપી પોલીસને હંફાવતી ચડ્ડીબનિયારધારી ગેંગને મર્દાનગી સાથે નેસ્‍તનાબૂદ કરી હતી.

 

મહિપતસિંહ જાડેજા ગુજરાતના ટોચના ક્ષત્રિય આગેવાન હતા. મહિપતસિંહ જાડેજાએ ધારાસભ્‍ય કાળ દરમિયાન સૌરાષ્ટ્રના ખેડૂતોના પ્રશ્નો ઉઠાવ્‍યા હતા. રીબડા તેમના નિવાસ્‍થાનેથી ૯.૩૦ વાગ્‍યે અંતિમયાત્રા નીકળશે.

મહિપતસિંહ જાડેજા સૌરાષ્ટ્રના રાજકારણનું મોટું અને બહુચર્ચિત નામ હતું. તેઓને સરકાર દ્વારા બહારવટીયા પણ જાહેર કરવામાં આવ્‍યા હતા. બાદમાં તેઓ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને ત્‍યારબાદ તેઓ ગોંડલના ધારાસભ્‍ય બન્‍યા હતા. તેઓએ ક્ષત્રિય સેનાની પણ સ્‍થાપના કરી છે જેના તેઓ પ્રમુખ પણ બન્‍યા હતા.

મહિપતસિંહે ૮૩મો જન્‍મદિવસ અનોખી રીતે ઉજવ્‍યો હતો. તેમણે જન્‍મદિવસની ᅠપોતાના મરસિયા સાંભળીને ઉજવણી કરી હતી. મહિપતસિંહ જાડેજાએ તે સમયે કહ્યું હતું કે કોઇ માણસ મૃત્‍યુ પહેલા મરસિયા સાંભળી ન શકે પરંતુ તેમણે જીવન જીવી લીધું છે અને હવે તેની મરસિયા સાંભવાની ઇચ્‍છા છે. મરસિયાની આ પરંપરા શુરા રણબંકા હમીરજી ગોહીલ બાદ ક્ષત્રિય સમાજના મહિપતસિંહ પોતાના મરસિયા ગવડાવ્‍યા હતા. લોકસાહિત્‍યના ૧૨ જેટલા કવિઓ આ મરસિયા ગાયા હતા. તેની સાથે સાથે મહિપતસિંહ વતન રીબડાની ૧૧૧ દિકરીઓને કન્‍યાદાન પણ કર્યું હતું. મહિપતસિંહ જીવતું જગતિયુ કર્યું હતું.ᅠમહિપતસિંહ જાડેજા પોતે માનતા હતા કે તેમણે જીવનના તમામ રંગો તેમણે જોઇ લીધા છે અને એટલા માટે અંતિમ રંગ પોતાના જ મરસિયા પણ તેઓ જોવા માંગે છે અને એટલા માટે જ આ કાર્યક્રમ કર્યો હતો.

(10:56 am IST)