Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

જૂનાગઢમાં કરાટે બેલ્‍ટ સ્‍પર્ધા યોજાઇ

જૂનાગઢ : વાડોકાઈ કરાટે ડો ફેડરેશન ઇન્‍ડિયા દ્વારા  રાજશાખા રાયફલ ક્‍લબ જુનાગઢ મુકામે વિદ્યાર્થીઓની કરાટે બેલ્‍ટની પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ. જેમાં ૬૫ જેટલા વિદ્યાર્થીઓએ ઉતીર્ણ થવા પ્રયત્‍ન  કરેલ. જે પૈકી શ્રીમતી દિવ્‍યા તેમજ તેમના પુત્રો શુભાંશું તથા લોહિતાક્ષ એ ઉત્‍કળષ્ટ પ્રદર્શન કરી બ્‍લેક બેલ્‍ટની પદવી મેળવી છે. ૭ વર્ષની મહેનત પછી તેમના પરિવારના ત્રણ સભ્‍યોએ શારીરિક અને માનસિક રીતે થકવી નાખતી આ પરીક્ષા પાર કરવામાં સફળતા મેળવી છે જે જૂનાગઢમાં પ્રથમ વખત બનેલ છે , જે માટે કોચ હિરેન ખુંટીએ પરિવારને અભિનંદન આપ્‍યા હતા.(અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા જૂનાગઢ)

(10:13 am IST)