Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

જૂનાગઢમાં ખોડલ માતાજીની જન્‍મ જયંતીની ઉજવણી

જૂનાગઢ :  ખોડલ માની જન્‍મ જયંતી ગોધાવાવ પાર્ટી વાલ્‍મીકિ નગર દ્વારા ચોક ખાતે ઉજવેલ ચુડાસમા પરિવાર તેમજ વાલ્‍મિકી સમાજના તમામ આગેવાનો દ્વારા ઉજવેલ હતી. ખોડલ માની જન્‍મ જયંતી નિમિત્તે પધારેલા મહાનગરપાલિકાના  મૅયર ગીતાબેન પરમાર, મહાનગરપાલિકાના કમિશનર તન્ના તેમજ વોટર વર્કસ શાખાના અધિકારી ચાવડા તેમજ હેલ્‍થ શાખાના અધિકારીઓ તેમજ અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્‍યક્ષ હંસાબેન તેમજ વોર્ડ નંબર નવના કોર્પોરેટર ચેતનાબેન ચુડાસા, ચુડાસમા પરિવાર, દિનેશભાઈ ડી ચુડાસમા, કમલેશભાઈ ચુડાસમા અને વાલ્‍મિકી સમાજના તમામ આગેવાનોએ ખોડલ માની જન્‍મ જયંતી હાજરી આપી હતી.  ખોડલ માના સામૈયા હતા તેમજ કેક કાપી અને બાહળી સંખ્‍યામાં તમામ સમાજના આગેવાનોએ પ્રસાદ લીધેલ હતો.(અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા જૂનાગઢ)

(10:13 am IST)