Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

હળવદમાં મહર્ષિ ગુરૂકુલ દ્વારા પ્રિ બોર્ડ પરીક્ષાનું આયોજન

૮૦૦ વિદ્યાર્થીઓ એક સાથે પરીક્ષામાં ભાગ લેશે

(હરીશ રબારી દ્વારા) હળવદ,તા.૧ : બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ઘણી બધી ભૂલો કરતા હોય છે આ ભુલોનું નિદાન અને ઉપચાર માટે પરીક્ષા કેમ વધુ સારી રીતે આપી શકાય તેનો મહાવરો ઉપયોગી બની રહે તેવા ઉમદા હેતુથી મહર્ષિ ગુરૂકુળ દ્વારા એક નવીનતમ પ્રયોગ કરી પ્રિ.બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્‍યું છે

બોર્ડ પરીક્ષા વખતે છાત્રો પ્રશ્‍નપત્ર, ક્રમાંક, બેઠક નંબર, બારકોડ સ્‍ટીકર, ખાખી સ્‍ટીકર તેમજ ઉત્તરવહી પરથી માહિતી ભરવામાં ઘણી બધી ભૂલો કરતા હોય છે આવી ભૂલોના નિદાન અને ઉપચાર માટે .S.S.C / H.S.C બોર્ડની પરીક્ષા પહેલા પ્રિ.બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્‍યું છે જેમાં ધો.૧૦ અને ૧૨ ના ૮૦૦ છાત્રો પ્રિ.  બોર્ડ પરીક્ષા આપશે આ પરીક્ષામાં મહર્ષિ ગુરુકુળ સાથે જોડાયેલ નવનિર્માણ વિદ્યાલય અને નાલંદા વિદ્યાલય પણ ભાગ લેશે

મહર્ષિ ગુરુકુળ દ્વારા પ્રિ. બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્‍યું છે જેમાં ગુજરાત બોર્ડમાં ઉપયોગમાં લેવાતા સાહિત્‍ય જેવું કે જવાબવાહી OMR  શીટ ,પુરવણી, હોલ ટિકિટ, ખાખી સ્‍ટીકર, બારકોડ સ્‍ટીકર વગેરે સાહિત્‍ય બોર્ડની પરીક્ષા મુજબ આયોજન કરવામાંઆવ્‍યુંછે  મહર્ષિગુરુકુલના

એમ.ડી .રજનીભાઈ સંઘાણીના જણાવ્‍યા મુજબ વિદ્યાર્થીઓમા બોર્ડની પરીક્ષાનો ડર દૂર થાય અને પરીક્ષા દરમિયાન થતી ભૂલોને અટકાવવા બોર્ડ પરીક્ષાના સાહિત્‍યથી વાફેક કરવા તેમજ નિદાન ઉપચાર કરી બોર્ડની પરીક્ષામાં પરિણામ વધુને વધુ સારૂ લાવી શકે તે હેતુથી મહર્ષિ ગુરૂકુળ દ્વારા પ્રિ. બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

(10:05 am IST)