Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

કચ્‍છી જગડુશા સ્‍વ.દામજીભાઈ એંકરવાલાને કચ્‍છ જિલ્લા ભાજપ પરિવારે શ્રધ્‍ધા સુમન પાઠવ્‍યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૧ :  કચ્‍છના કુંદરોડી ગામના રતન, સૌરાષ્‍ટ્ર ટ્રસ્‍ટના અધ્‍યક્ષ, શિરમોર ઉદ્યોગપતિ અને જૈન શિરોમણી એવા પ્રખર દાતા દામજીભાઈ લાલજીભાઈ એંકરવાલાનું અવસાન થતા સમગ્ર કચ્‍છ સહિત ગુજરાતમાં શોકની લાગણી પ્રસરી છે ત્‍યારે કચ્‍છ જિલ્લા ભાજપ પરિવાર સ્‍વ.દામજીભાઈને હૃદયપૂર્વક શ્રધ્‍ધાસુમન પાઠવે છે.

 આ દુઃખદ અવસરે શોક સંદેશ પાઠવતા કચ્‍છ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ અને ભુજના ધારાસભ્‍ય કેશુભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, દામજીભાઈના કોઠે અને હોઠે સદૈવ કચ્‍છ અને કચ્‍છીયતની જ વાત રહેતી હતી. જૈન ધર્મના સેવા, અહિંસા અને પરમાર્થના મૂળભૂત સિધ્‍ધાંતોને શત પ્રતિસત આત્‍મશાંત કરીને દામજીભાઈએ અંતિમ ક્ષણ સુધી ગૌ સેવા, પર્યાવરણ સહિત કચ્‍છના સિંચાઈના પ્રશ્‍નોની અવિરત ચિંતા સેવી હતી અને એક મહાજન પરંપરાને છાજે એવી રીતે હર હંમેશ કના હિત અને કલ્‍યાણ માટે તેમના ખજાના ખુલ્લા મુકયા હતા.

 આ ઉપરાંત કચ્‍છમાં છેક છેવાડામાં ગ્રામીણ વિસ્‍તારમાં વસતા કચ્‍છીજનોના નિરામય સ્‍વાસ્‍થ્‍યની મંગલકામના સેવીને જીવંતપર્યત બહુવિધ  પ્રકારની આરોગ્‍યલક્ષી સેવાઓ તેમણે પુરી પાડી હતી. આ ઉપરાંત ગૌ સેવા સહિત જીવદયા ક્ષેત્રે પણ તેમણે માતબર દાન અર્પણ કરીને પ્રત્‍યેક કચ્‍છીઓના હૃદયમાં અમીટ છાપ અંકિત કરી છે. સ્‍વ.દામજીભાઈએ કચ્‍છની સુકી ધરા પર ખેતીને પુરતા પ્રમાણમાં ઉતેજન આપવા નર્મદાના સિંચાઈ જળની હંમેશા હિમાયત કરીને શકય એટલા તમામ પ્રયત્‍નો હાય ધર્યા હતા.

 સ્‍વ.દામજીભાઈની વિદાયથી કચ્‍છને કયારેય ન પુરી શકાય એવી ખોટ પડી છે. આ દુઃખની ઘડીએ સમગ્ર કચ્‍છ જિલ્લ ભાજપ પરિવારની સંવેદનાઓ દામજીભાઈના પરિવારની સાથે છે. સ્‍વ.દામજીભાઈએ કંડારેલી સેવા અને પરોપકારની કે! પર પરિજનો આગળ વધતા રહે અને દામજીભાઈના સેવા યજ્ઞને અખંડ પ્રજવલીત રાખે તેવી પ્રાર્થના કરી હતી. તેમ કચ્‍છ ભાજપના મિડીયા ઇન્‍ચાર્જ સાત્‍વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયેલ છે.

(12:03 pm IST)