Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

કચ્છના કાળાડુંગર ખાતે ૧૩ થી ૧૭ ફેબ્રુઆરી સુધી નેચર એજ્યુકેશન કેમ્પ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧

 કચ્છના ખાવડા પાસે સફેદ રણની કાંધીએ આવેલા કાળા ડુંગર ખાતે તા.૧૩-૦૨-૨૦૨૩ થી ૧૭-૦૨-૨૦૨૩ દરમિયાન નેચર એજયુકેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ ૮ થી કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વહેલા તે પહેલાના ધોરણે લાભ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા રસ ધરાવતી સ્કૂલ-સંસ્થાઓએ રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રીની કચેરી, ભુજ ઉત્તર રેન્જ, ઠે. ઘાસવંડી ફોરેસ્ટ કોલોની, લોહાણા મહાજનવાડીની બાજુમાં , ભુજ-કચ્છ, મોબાઇલ નંબર- ૭૫૬૭૫૪૩૯૩૩, ૯૯૨૫૬૯૧૯૭૭, ૯૮૨૫૩૩૯૨૧૬ પર સંપર્ક કરવા રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રી, ભુજ ઉત્તર રેન્જની અખબાર યાદીમાં જણાવાયું છે.

(9:27 am IST)