Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

માવઠાની સંભાવનાઃ રેકોર્ડતોડ ઠંડી પડશે

જમ્મુ કાશ્મીરમાં હજુ તોફાની બરફ વર્ષા પડશેઃ જમીની વિસ્તારોમાં કરા સાથે વરસાદની આગાહી : હાલના અનુમાનો મુજબ તા. ૫ થી ૮ માવઠાની ૬૦ ટકા શકયતાઃ ખેડુતોને સાવચેત રહેવા અપિલઃ રાજકોટ ૧૩.૫

રાજકોટઃ તા.૧, સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં આંશિક રાહત છે. દરમિયાન હજુ ઠંડીથી રાહત મળવાની નથી. જયારે જમ્મુ-કાશ્મીરમાં તોફાની બરફવર્ષા પડશે. અને સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હાલના સંજોગો જોતા ગુજરાત મૌસમ દ્વારા માવઠાની સંભાવના છે.

 અલગ અલગ વેધર ફોરકાસ્ટ મોડલ ના હાલના અભ્યાસ પ્રમાણે તા. ૫ થી ૮ ફેબ્રુઆરી વચ્ચે માવઠાની શકયતા ૬૦ ટકા છે. ખેડૂત મિત્રોએ સંભવિત માવઠાની તકેદારી રૂપે ખેતી કામ કરવું.  તા. ૪ ફેબ્રુ.આસપાસ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અફઘાનિસ્તાન લાગુ પશ્ચિમ પાકિસ્તાન ઉપર છવાશે તેની અસરથી જમ્મુકાશ્મીરમાં બરફ વર્ષા ચાલુ થશે અને બાદના દિવસોમાં તોફાની બરફ વર્ષા થાય તેવી શકયતા છે.  હિમાચલ અને ઉત્ત્।રાખંડના પહાડી વિસ્તારોમાં પણ ભારે બરફ વર્ષા થવાની શકયતા છે. જયારે મેદાની રાજયો પંજાબ, હરિયાણા,  યુપી, બિહાર, રાજસ્થાન ના વિસ્તારો માં વરસાદ અને અમુક વિસ્તાર માં કરા પડવાની પણ શકયતા છે.   સૌરાષ્ટ્ર-કચ્છ- ગુજરાતમાં તા. ૭ના રાત થી ઠંડી પડવાનું ચાલું થઇ જશે અને રાજયના વિસ્તારો માં તા. ૮થી  રેકર્ડ બ્રેક ઠંડીનો રાઉન્ડ આવવાની શકયતાછે.

(1:34 pm IST)