Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

ગારીયાધારના સાંઢખાખરા ગામે ગેરકાયદેસર માછીમારી કરતા ૭ ઝડપાયાઃ સિંચાઇ વિભાગ દ્વારા ફરીયાદ દાખલ

ગારીયાધાર તા. ૧ : ગારીયાધાર તાલુકાના સાંઢખાખરા નજીકના ચોંડા ડેમ ખાતે સાત શખ્સો ગેરકાયદેસર રીતે પરવાના વગર માછીમારી કરતા ઝડપી પડાયા હતા જેની સામે પંચાયતના સિંચાઇ વિભાગ દ્વારા ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગારીયાધાર પંથકના સાંઢખાખરા ગામ નજીકના ચોંડા ડેમ ખાતે પંચાયતી સિંચાઇ વિભાગ અને મત્સ્ય વિભાગની પરવાનગી વગર ગેરકાયદેસર પ્રવેશ કરી માછીમારી કરતા એકબીજાને મદદ કરતા અશોક ભાયા ગીલાતર (૪ર) ગામ-કરેડા તા.ઘોઘા મોહન કાળા મકવાણા (૪૪) ગામ સાંઢખાખરા તા.ગારીયાધાર સહિત પાંચ પટજીવલા ગામ ચિરૈયા તાલુકા બિહાર પુર્વ ચંપારણના ગોવિંદા દરોગા સહની (ર૪) દરોગા ભારકી સહની (પ૮) નનકકુમાર શિવરાજ સહની (ર૦) તપસી બદ્રી સહની (પ૦) અને કિસ્મત પૃથ્વી સહની (૩૪) ને રંગેહાથ માછીમારી સાથે ઝડપી પાડયા હતા.

જેની પાસેથી ૧૦૦ કિલો ૧૦૦૦-/કિંમતના માછલા અને ૧૦ માછલી પકડવાની ઝાળ ૮૦૦૦/-ની પકડાઇ હતી જેની વિરૂદ્ધ સિંાઇ વિભાગના નિર્મળસિંહ જટુભા સરવૈયા (વર્ક આસિસ્ટન્ટ) દ્વારા ફરીયાદ દાખલ કરવામાં આવી હતી જેની ફરીયાદ આઇપીસી કલમ ૩૭૯, ૪૪૭ અને ૧૧૪ મુજબ દાખલ કરી તમામ આરોપીને ઝડપી પાડી ગારીયાધાર પોલીસ પી.એસ.આઇ આર.એસ.બાર દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ હતી.

(12:00 pm IST)