Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

ગારીયાધાર ન.પા. પ્રમુખના ઘરે પાણી પ્રશ્ને મહિલાઓનો હલ્લાબોલ

 ગારીયાધાર તા.૧: ગારીયાધાર ન.પા. પ્રમુખના ઘરે શહેરના રાજકુવા શેરીની મહિલાઓ દ્વારા પાણી પ્રશ્ને હલ્લાબોલ કરાયો હતો. જેમાં પ્રમુખના સમાજની મહિલા સાથે તુતુ-મેમે થવા પામી હતી.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગારીયાધાર શહેરના રાજકુવા વિસ્તારમાં પાણી પ્રશ્ને કકળાટ થવા પામ્યો હતો જેને લઇને આ વિસ્તારની મહિલાઓ દ્વારા ન.પા. ખાતે રજુઆત માટે પહોંચી હતી પરંતુ ન.પા. પ્રમુખ ગીતાબેન ન મળતા તમામ મહિલાઓ પ્રમુખના નિવાસ સ્થાને પહોંચી કાળો દેકારો મચાવ્યો હતો. જેના કારણે પ્રમુખ રોષે ભરાઇને મહિલાઓ સાથે જીભાજોડી થવા પામી હતી.

જયારે આ બાબતે રોષે ભરાયેલા મહિલા પ્રમુખ દ્વારા રજુઆત માટે આવેલી મહિલાઓ ભારે તુતુ-મેમેે થવા પામી હતી.જયારે રજુઆત લઇને આવેલી મહિલા પ્રમુખના સમાજના હોવાથી ભારે ટીકા-ટીપ્પણીઓ થવા પામી હતી.

(11:57 am IST)