Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

મેંદરડામાં મતદાન જાગૃતિ દિવસ ઉજવાયો

 જૂનાગઢ : મેંદરડા સ્વ.શ્રી મકવાણા એભલભાઇ અમરાભાઇ શૈક્ષણિક સંકુલ દ્વારા માતૃશ્રી મોંઘીમા મહિલા કોલેજમાં મતદાન જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી. માતૃશ્રી મોંઘીમાં મહિલા કોલેજની વિદ્યાર્થી બહેનોએ મતદાનજાગૃતિ માટેનુ નાટક રજૂ કરેલ તેમજ મતદાન જાગૃતિ વિશે વિદ્યાર્થી બહેનોએ પોતાના મંતવ્યો રજૂ કરેલ. જેમાં વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધેલ. આ મતદાન જાગૃતિ દિવસ ઉજવણી અભિયાનમાં માતૃશ્રી મોંઘીમાં મહિલા કોલેજની વિદ્યાર્થી બહેનોએ કોલેજથી મેંદરડાના પાદરચોકથી બીઆરસી ભવન સુધી રેલીનું આયોજન કરેલ જેમાં મતદાન જાગૃતિના નારા સાથે રેલી નિકાળેલ. આ મતદાન જાગૃતિ દિવસ ઉજવણી કાર્યક્રમમાં મામલતદાર રાયકુંડલીયા સાહેબ, નાયબ મામલતદાર વિજયભાઇ પરમાર તથા પૂનમબેન દેત્રોજા, કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ ગીરીશભાઇ મણવર, એનએસએસ પ્રોગ્રામ ઓફીસર પ્રો.રમેશભાઇ જાદવ તથા સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.(૪૫.૪)

(11:56 am IST)