Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

દ્વારકામાં કલેકટર પદે મીના, ડી.ડી.ઓ. મનીષકુમાર, જામનગરના નવા મ્‍યુનિસિપલ કમિશનર સતિષ પટેલ

આર.બી.રાજયગુરૃની સુરેન્દ્રનગર ડી.ડી.ઓ.તરીકે બદલીઃ જૂનાગઢ કમિશનરનો હવાલો કલેકટરને : આઇ.એ.એસ.કેડરના ૧૯ અધિકારીઓની બદલી

રાજકોટ, તા. ૧ : રાજ્‍ય સરકારે ગઈકાલે મોડી રાત્રે આઈ.એ.એસ. કેડરના ૧૯ અધિકારીઓની બદલીના હુકમ કર્યા છે. જેમાના અમુક અધિકારીઓ ૧ વર્ષથી ઓછા ગાળામાં બદલી પામ્‍યા છે. લોકસભાની ચૂંટણી પૂર્વેનો સનદી અધિકારીઓનો આ અંતિમ બદલીનો ઘાણવો ગણાય છે.

આદિજાતિ વિકાસ વિભાગના સચિવ આર.સી. મીનાને યુવા સેવા સાંસ્‍કૃતિક સચિવ તરીકે, ઉત્તર ગુજરાત વિજ કંપનીના એમ.ડી. પી. સ્‍વરૂપને આદિજાતિ વિકાસ સચિવ તરીકે, ગાંધીનગરના મુખ્‍ય વન સંરક્ષક ડો. મહેશ સિંઘને ઉત્તર ગુજરાત વિજ કંપનીમાં એમ.ડી. તરીકે તેમજ તાપી-વ્‍યારાના કલેકટર એન.કે. ડામોરને ડાંગના કલેકટર તરીકે મુકવામાં આવ્‍યા છે. જામનગરના મ્‍યુનિસિપલ કમિશ્નર આર.બી. બારડની મહિસાગર કલેકટર તરીકે, નર્મદાના કલેકટર આર.એસ.નિનામાની તાપી કલેકટર તરીકે તેમજ સરદાર સરોવર પુનઃવસવાટ એજન્‍સીના કમિશનર આઈ.કે. પટેલની નર્મદા કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે.

અધિક વિકાસ કમિશનર ડો. નરેન્‍દ્રકુમાર મીના દ્વારકામાં કલેકટર તરીકે મુકાયા છે. દ્વારકાથી જે.આર. ડોડીયાની આદિજાતિ વિકાસ વિભાગમાં સંયુકત સચિવ તરીકે બદલી થઈ છે. સુરતના ડી.ડી.ઓ. ડી.કે. પારેખને સુરેન્‍દ્રનગરમાં ડી.ડી.ઓ. તરીકે અને સુરેન્‍દ્રનગરના ડો. મનિષકુમારને દ્વારકામાં ડી.ડી.ઓ. તરીકે મુકવામાં આવ્‍યા છે. ગાંધીનગરના ડી.ડી.ઓ. એચ.કે. કોયા સુરતમાં અને પાટણના ડી.ડી.ઓ. આર.બી. રાજ્‍યગુરૂ સુરેન્‍દ્રનગરમાં નવા ડી.ડી.ઓ. બન્‍યા છે. દ્વારકાના ડી.ડી.ઓ. આર.ઠાર. રાવલ ગાંધીનગરમાં ડી.ડી.ઓ. તરીકે અને જૂનાગઢના મ્‍યુનિસિપલ કમિશનર પી.એલ. સોલંકી પછાત વર્ગ કલ્‍યાણ નિયામક તરીકે મુકાયા છે. જૂનાગઢના કમિશનરનો વધારાનો હવાલો કલેકટરને સોંપાયો છે.

યુવા સેવા સાંસ્‍કૃતિક નિયામક સતિષ પટેલ જામનગરમાં મ્‍યુનિસિપલ કમિશનર તરીકે તેમજ પછાત વર્ગ કલ્‍યાણ નિયામક કે.ડી. કાપડીયા સામાન્‍ય વહીવટ વિભાગમાં અધિક સચિવ તરીકે નિમણૂક પામ્‍યા છે. ડાંગના કલેકટર બી.કે. કુમાર કૃષિ વિભાગમાં અને મહિસાગરના કલેકટર વી.એ. વાઘેલા ઉર્જા પેટ્રોકેમીકલ્‍સ વિભાગમાં અધિક સચિવ તરીકે નિયુકત થયા છે.

ઉર્જા અને પેટ્રોકેમીકલ્‍સ વિભાગના અધિક મુખ્‍ય સચિવ રાજગોપાલ વયમર્યાદાના કારણે નિવૃત થતા તેમનો વધારાનો હવાલો ઉર્જા વિકાસ નિગમના એમ.ડી. પંકજ જોષીને સોંપવામાં આવ્‍યો છે.

(11:35 am IST)