Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

મગફળીના ગોડાઉનમાં કૌભાંડ ઉપર પડદો પાડી દેવા ર લાખ ગુણી ફોતરી તો સળગાવી નથી ને? કૃષિમંત્રી રાજીનામુ આપે

હર્ષદ રીબડીયાની આગેવાનીમાં રાજયપાલને આવેદન

જુનાગઢ : તસ્‍વીરમાં કલેકટરશ્રી મારફત રાજયપાલશ્રીને આવેદન પત્ર પાઠવાયુ તે નજરે પડે છે. (તસ્‍વીર : મુકેશ વાઘેલા જુનાગઢ)

જુનાગઢ તા. ૧ : જુનાગઢ જીલ્લા કોંગ્રેસ સમીતીથી  પ્રમુખ અને કોંગ્રેસના ધારાસભ્‍ય હર્ષદ રીબડીયાની આગેવાનીમાં મગફળી કૌભાંડ મુદ્‌્‌ે રાજયપાલશ્રીને કલેકટરશ્રીને આવેદન પત્ર પાઠવીને મગફળી કૌભાંડ ઉપર પડદો પાડી દેવા મગફળીને સગેવગે કરીને ર લાખ ગુણી ફોતરી તો સળગાવી નથી ને ? તેવો પ્રશ્ન ઉઠાવીને કૌભાંડની જવાબદારી સ્‍વીકારીને કૃષિમંત્રી રાજીનામુ આપે તેવી માગણી કરી છે.

 આવેદનમાં જણાવ્‍યુ હતુ કે રાજકોટ જિલ્લાનાં ગોડલ શહેરના ઉમવાડા રોડ પર દિનેશ અંબાણીના રાજ રાજ જીનીંગ મીલના વેર હાઉસમાં ગુજકોટ અને નાફેટ દ્વારા ખેડુતો પાસેથી ખેડુતોના નામે ટેકાના ભાવે ખરીદાયેલ મગફળી જુનાગઢ, પોરબંદર અને જામનગરની તે ગોડાઉનમાં ૨ લાખ બોરીઓ સ્‍ટોરેજ કરેલ હતી. તેમાં કૌભાંડીયાઓ દ્વારા સંપૂર્ણ કૌભાંડ ઉપર પડદો પાડી દેવા આગ લગાવવામાં આવેલ છે તે ખરેખર મગફળી હતી કે ફોતરી? અમુક ગણયા ગાંઠયા મળતીયા ખેડુતો પાસેથી મગફળી ખરીદાયેલ હતી અને તેમની કવોલીટીફાઇડ મગફળી ખરીદીને તે મગફળી મીલ માલીકોને આપી દીધેલ અને મીલ માલીકો અને વેપારીઓ પાસેથી હલકી ગુણવતાવાળી મગફળી ખરીદીને વિવિધ મંડળીઓ અને કેન્‍દ્રો દ્વારા તે હલકી મગફળી અને ઉપરથી તે મગફળીની બોરીઓમાં માટી નાખીને બોરી દીઠ ૧૫ થી ૨૦ કિ.ગ્રા. માટી નાખીને કૌભાંડ કરવામાં આવેલ તે મગફળી જે ગોડાઉનમાં સ્‍ટોરેજ કરેલ હતી તેમાં કૌભાંડીયાઓ દ્વારા આગ લગાવી દીધેલ છે એવુ તો નથી ને કે કૌભાંડીયાઓ દ્વારા મગફળી ગાયબ કરીને ફોતરી તો નથી  સળગાવેલ ને ? તે સંપૂર્ણ બાબતની તપાસ નામ. હાઇકોર્ટના નિવૃત જજોને સોંપી તે ગોડાઉનોમાં ખરીદાયેલ મગફળી કઇ કઇ મંડળીઓએ ખરીદેલ હતી? તે મંડળી સંચાલકો સામે કડકમાં કાયદેસરની કાર્યવાહી કરી જેલ ભેગા કરવા તે જ સરકાર અને ખેડુતોના હિતમાં છે.

 ઉપરોક્‍ત પ્રશ્ને અમોએ જિલ્લા કોંગ્રેસ સમીતી-જુનાગઢ તરફથી તા.૨૦-૧-૨૦૧૮ના રોજ જિલ્લા કલેકટરશ્રીને  એક આવેદન પત્ર આપેલ હતુ કે, ‘‘નાફેટ અને ગુજકો'' દ્વારા મગફળી ખરીદીનાં કેન્‍દ્રો વિવિધ મંડળીઓને સોંપવામાં આવે છે તે મંડળીઓ દ્વારા ભયંકર કૌભાંડ આચરવામાં આવે છે અને તે કૌભાંડો ઉપર પડદો પાડી દેવા કૌભાંડીયાઓ ગમે ત્‍યારે ગોડાઉનોમાં સ્‍ટોરેજ થયેલ મગફળીની  ચોરી કરાવશે. અથવા ગોડાઉનોને આગ લગાડશે તેવું રાજયનાં કૃષિ વિભાગને સંબોધીને આવેદન પત્ર  આપેલ હતું.

આ તકે હર્ષદ રીબડીયા જવાહરભાઇ ચાવડા, બાબુભાઇ વાજા, વલ્લભભાઇ  દૂધાત, વિમલભાઇ ચુડાસમા, ભીખાભાઇ જોષી સહિતના ધારાસભ્‍યો જોડાયા હતાં.

(11:56 am IST)