Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

નેવીના વાઇસ એડમીરલે કચ્છની ક્રીક સરહદનું નિરિક્ષણ કર્યું

ભુજ તા. ૧: ભારતીય નૌકાદળનાં દક્ષિણ ઝોનનાં વાઇસ એડમીરલ એ. આર. કડવે એ ગઇકાલે કચ્છની દરિયાઇ તેમજ ક્રીક સરહદનો પ્રવાસ કર્યો હતો. કોટેશ્વર મહાદેવ મંદિરે પૂજન અર્ચન વિધિ કર્યા બાદ નેવીનાં વાઇસ એડમીરલ કડવે એ જખૌ-ઓખાનાં કોસ્ટગાર્ડ અધિકારીઓ સાથે બેઠક યોજીને સરહદી સલામતીની સુરક્ષા વ્યવસ્થાની જાણકારી મેળવી હતી. તો બી.એસ.એફ. સાથે પણ બેઠક યોજી હતી. કચ્છને જોડતી ભારતની આ દરિયાઇ સરહદ તેમજ ક્રીક સરહદ પાકિસ્તાન સાથે સંકળાયેલી હોઇ અત્યંત સંવેદનશીલ છે. નેવીના વા. એડ્. કડવે એ સુરક્ષા વ્યવસ્થા સંદર્ભે સંતોષની લાગણી વ્યકત કરી હતી.

(11:50 am IST)