Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

માંગરોળ પાસે અકસ્માતમાં હનીફ શેખલાલે ગૂમાવ્યો 'જીવ'

મુસ્લિમ યુવાન મોટર સાયકલ ઉપર જતો'તો ને ટ્રેકટર ચાલકે ઉલાળ્યો

માંગરોળ, તા. ૧ : નજીકના આરણા-ખાણાદા રોડ ઉપર વાહન અકસ્માતમાં મુસ્લિમ યુવાન કરૂણ મોતને ભેટતા તેના પરિવારજનોમાં કલ્પાંત પ્રસરી જવા પામ્યો છે.વિગત મુજબ આરણા-ખાણાદા નજીક ટ્રેકટર ચાલકે મોટર સાયકલને ઠોકરે ચડાવતા જ ગંભીર રીતે ઘવાયેલા હનીફ આમદ શેખલાલ (રહે. નાગદા વિસ્તાર, માંગરોળ)નું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. આ અંગેની જાણ થતા જ મુસ્લિમ સમાજના લોકોના ટોળા હોસ્પિટલે ઉમટી પડયા હતાં.

(11:45 am IST)