Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

ખેડુતપુત્રી ભારતીબેને મલેશીયામાં યોગશિબીરમાં ગોલ્ડમેડલ મેળવ્યું

સુત્રાપાડાના લાટી ગામનું ગૌરવ

પ્રભાસપાટણ, તા.૧ :  તાજેતરમાં મલેશીયામાં યોજાયેલ યોગામા સુત્રાપડા તાલુકાનાં લાટી ગામનાં ભારતીબેન રાણાભાઇ સોલંકીએ ગોલ્ડ મેડલ મેળવી સુત્રાપાડાનું ગૌરવ વધારેલ છે.

આ અગાઉ ચીનનાં સાંધાઇ શહેરમાં યોજાયેલ ઇન્ટરનેશનલ યોગા સ્પર્ધામાં ભારતીબેન સોલંકીએ પ્રથમ ક્રમાંક મેળવી અને આઠ દેશોની સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવેલુ હતું. ભારતીબેન સોલંકી ઓસ્ટેલીયા ખાતે મીસ વર્લ્ડ તરીકે પણ વિજેતા થયેલા છે. ભારતીબેન સોલંકી એક લાટી ગામનાંં નાના ખેડુતની પુત્રી છે. અને વાડી માં રહે છે. તેમની આર્થિક સ્થિતી પણ નબળી છે. અને ભારતીબેન તેના માતા પિતાનું એક માત્ર સંતાન છે.

વિકટ સ્થિતીમાંથી બહાર આવીને તેઓએ યોગામાં મલેશીયા, ચીન, ઓસ્ટ્રેલીયા સહીત દેશોમાં પ્રથમ ક્રમાંક  મેળવીને ગોલ્ડ મેડલ મેળવેલ છે સમગ્ર દેશ અને ગુજરાત તેમજ આ વિસ્તાર અને આહિર સમાજનું ગૌરવ વધારેલ છે. તે બદલ લાટી ગામનાં વિજયભાઇ સોલંકી અને યુવાનો તેમજ સમગ્ર ગ્રામજનોએ અભિનંદન પાઠવેલ છે.

(11:24 am IST)