Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

કોડીનાર પંથકના ચકચારી દુષ્કર્મના કેસમાં પીડીતા હાઇકોર્ટમાં અપીલ કરશે

આરોપીઓને ઉના કોર્ટે સજા ફટકારી છે તેનાથી વધુ સજાની માંગણી કરવા હાઇકોર્ટમાં કાર્યવાહી કરશે

કોડીનાર તા. ૧ :.. કોડીનાર તાલુકાનાં પિઠવા ગામની મુસ્લીમ યુવતીનું અપહરણ કરી નરસી પુંજા વાળાએ અવારનવાર બળાત્કાર ગુજારી અને દુષ્કર્મની પિડીતા એ પુત્રીને જન્મ આપ્યા બાદ ચેતન ઉર્ફે મુન્નો ધીરજલાલ દેવમુરારી નામનો શખ્સ પીડીતાને તેના ઘરેમુકી આવવાનું કહી અલગ અલગ ગામોમાં લઇ દુષ્કર્મ આચર્યાનાં અને બીજા પંચ શખ્સોએ આ કેસમાં અપહરણથી માંડી દુષ્કર્મમાં મદદગારી કરી પિડીતાની છેડતી કર્યાની ફરીયાદ કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ આ દુષ્કર્મ કેસ ઉના સેશન્સ કોર્ટમાં ચાલી જતાં ઉના સેશન્સ કોર્ટ ગત તા. ર૪-૧-૧૮નાં આ કેસમાં ચુકાદા આપી કુલ ૭ આરોપીઓએ ૩ વર્ષથી લઇ ૧૦ વર્ષ સુધીની  ફટકારી હતી. જેમાં નરસી પુંજા વાળા અને દિનેશ લુંભા ગોહીલને ૭-૭ વર્ષ સખ્ત કેદ અને રૂ. પ૦ હજારનાં દંડની સજા જયારે ચેતન ઉર્ફે મુન્નો ધીરજલાલ દેવમુરારીને ૧૦ વર્ષની સખ્ત કેદની સાથે રૂ. પ૦૦૦ હજારનાં દંડ ન સજા ફટકારી હતી. જયારે હરી કાના વાળા, ધીરૂ કાના વાળા, વજુ પુના વાળાને સાડા ત્રણ વર્ષની સખ્ત કેદ અને રૂ. ૧૦ હજારનાં દંડ ની સજા ફટકારી હતી.

કોર્ટના આ હુકમથી દુષ્કર્મ પિડીતા મુસ્લીમ યુવતીની સંતોષ ન થતાં નરાધમો એ ભયંકર ગુનો આચરેલ હોય તેમનાં  માટે ફાંસીની જ સજા મળવી જોઇએ તેવી માંગ સાથે  પીડીતા આ ચુકાદા સામે હાઇકોર્ટમાં અપીલ કરી મુખ્ય  આરોપીઓને ફાંસીની સજા અનેરૂ. પ લાખનો દંડ કરવા અને દુષ્કર્મથી પિડીતાનાં કુખે થયેલ પુત્રીનું આજીવન ભરણ પોષણની જવાબદારી નકકી કરી અન્ય આરોપીઓને પણ કડક સજા ફટકારવા હાઇકોર્ટનાં દ્વાર ખખડાવશે. અને આ માટે  અપીલ કરવાની તજવીજ હાથ ધરી છે.

(11:17 am IST)