Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

મોરબી નવયુગ વિદ્યાલયમાં સન્માન સમારોહ

 મોરબીની નવયુગ વિદ્યાલય ખાતે તાજેતરમાં સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાના માર્ગદર્શન અને અધ્યક્ષસ્થાને તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જે કાર્યક્રમની શરૂઆત ગણેશવંદનાથી કરવામાં આવી હતી. સમારોહમાં કેજી તથા ધોરણ ૧ થી ૧૧ સુધીના તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા હતા તેમજ રમતગમત ક્ષેત્રે કે અન્ય સિદ્ઘિ મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામો આપીને પ્રોત્સાહિત કરાયા હતા. સન્માન સમારોહમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવી હતી. પ્રમુખ પી.ડી. કાંજીયાએ પોતાના વકતવ્યમાં સિદ્ઘિ માત્ર એક વર્ષની નહિ પરંતુ દશ વર્ષની મહેનતનું પરિણામ છે તેમ જાણવી જે ક્ષેત્રમાં સિદ્ઘિ મેળવી છે તેવા દરેક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન રંજનબેન કાંજીયા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર નવયુગ પરિવારે જહેમત ઉઠાવી હતી. સન્માન સમારંભની તસ્વીર.

(11:15 am IST)