Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

ગિરનાર અંબાજી મંદિરના દર્શને સાંસદ રાજેશભાઇ ચુડાસમા

જુનાગઢ : જુનાગઢ અને ગિર સોમનાથના સાંસદ રાજેશભાઇ ચુડાસમા તેમના ધર્મપત્ની રેખાબેન અને પુત્ર ધ્યેય સાથે ગિરનાર પર્વત સ્થિત અંબાજી મંદિરે જઇ માતાજીની પૂજા કરી ત્યારે મંદિરના મહંત તનસુખગીરી બાપુ વતી પૂજારીએ માતાજીના આશિર્વાદ રૂપે ચુંદડી અર્પણ કરી હતી. રાજેશભાઇએ દેશમાંથી કોરોનાની મહામારી વહેલી તકે દૂર થાય અને સમગ્ર કોરોના મુકત થાય તેવી માતાજીને પ્રાર્થના કરી હતી. ઉપરોકત તસ્વીરમાં માતાજીના દર્શન કરી પૂજા કરતા રાજેશભાઇ ચુડાસમા અને તેનો પરિવાર નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોશી, તસ્વીર : મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(1:15 pm IST)