Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

વેરાવળ- સોમનાથ- સુત્રાપાડામાં દારૂ પીધેલા ૮૦ શખ્સો ઝડપાયા

(દિપક કકકડ દ્વારા) વેરાવળ તા. ૧ : ૩૧ ડિસેમ્બરે પોલીસ દ્વારા ૧ર કલાક સુધી સઘન ચેકીંગ હાથ ધરાયેલ હતું તેના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ૮૦ નશાખોરોને ઝડપી લીધેલ હતા.

૩૧ ડિસેમ્બરે વેરાવળ પોલીસ દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં સઘન ચેકીંગ હાથ ધરાયેલ તેમાં ૧ર કલાકમાં નશો કરીને વાહન ચલાવતા ૭ શખ્સો જ નશો કરેલ તેમજ દેશી-વિદેશી દારૂ સાથે ૧૪ શખ્સો ઝડપાયેલ હતા રપ ને પોલીસે રાઉન્ડ અપ કરેલ હતા.પ્ર.પાટણ પોલીસ ર નશો કરેલ તેમજ ર નશો કરી વાહન ચલાવતા ૪ શખ્સો રાઉન્ડ અપ કરેલ હતા. મરીન પોલીસે ૧પ નશો કરેલ ૧પ દેશીદારૂ સાથે ૧ કુલ ૧૬ને રાઉન્ડ અપ કરેલ હતા

ચોરવાડ પોલીસે ર નશો કરેલ તેમજ નશો કરી વાહન ચલાવતા ર૯ શખ્સોને રાઉન્ડ અપ કરેલ હતા.

સુત્રાપાડા પોલીસે ર૮ નશો કરેલ ર નશો કરીને વાહન ચલાવતા ૩ શખ્સોને રાઉન્ડ અપ કરાયેલ હતા.

૧ર કલાકમાં પોલીસે વેરાવળ-સોમનાથ-સુત્રપાડા-ચોરવાડમાંથી ૮૦ ને ઝડપેલ હતા આખી રાત પોલીસે પેટ્રોલીંગ કરેલ હતું જેથી અનેક વિસ્તારોમાં સ્વયંભુ કફર્યુ જેવુ વાતાવરણ છવાયેલ હતું.

(1:14 pm IST)