Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

જુનાગઢમાં ધોળા દિવસે માત્ર ૩૦ મિનિટમાં દુકાનમાંથી રૂ. ૭પ,૪૯૦ની રોકડની ચોરી

જંતુનાશક દવાના વેપારી બેંકે ગયાને તસ્કરો કળા કરી ગયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૦૧ :  જુનાગઢમાં ધોળા દિવસે માત્ર ૩૦ જ મિનિટમાં એક દુકાનમાંથી તસ્કરો રૂ. ૭પ,૪૯૦ની રોકડ રકમની ચોરી કરતા વેપારી આલમમાં સનસનાટી મચી ગઇ હતી.

જુનાગઢમાં દિવસ-રાત સતત ધમધમતા વૈભવ ચોકમાં થોભણભાઇ મસરીભાઇ ડોડીયાની સૌરાષ્ટ્ર ડીસ્ટ્રીસ્ટ્રીબ્યુટીંગ એજન્સી નામની જંતુનાશક દવાની દુકાન આવેલ છે.

આ વેપારી તા. ૩૦ના રોજ સવારે ૧૧ વાગ્યાની આસપાસ દુકાનનું ઉપરનું શટર ખુલ્લુ રાખીને બેંકમાં નાણા ભરવા ગયા હતા અને ૧૧.૩૦ કલાકે પરત આવેલ.

આમ માત્ર ૩૦ જ મીનીટમાં રહેલ દુકાનમાંથી તસ્કરો પાર્ટીસન ખોલી રૂ. ૭પ,૪૯૦ ની રોકડ રકમનો હાથફેરો કરીને નાસી ગગયા હતા.

આ અંગે ગઇકાલે સાંજે બી-ડીવીઝન વુમન હેડ કોન્સ્ટેમ્બર એમ.જી. વારસુરે થોભણભાઇની ફરીયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

દિન દહાડે થયેલી આ ચોરીમાં જાણભેદુનો હાથ હોવાની આશંકા સેવાઇ રહી છે. વિશેષ તપાસ પી.એસ.આઇ.કે.જે. પટેલ ચલાવી રહ્યા છે.

(12:53 pm IST)