Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

હિંડોરણા ચેક પોસ્ટેથી વાહન ચોર ઝડપાયો

(શિવકુમાર રાજગોર દ્વારા) રાજૂલા તા. ૧ :.. ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવની સુચના અને અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયના સુપરવિઝન હેઠળ જીલ્લામાંથી વાહન ચોરીનો બળજબરાયથી પડાવી લીધેલ વાહનો તેમજ વાહન ચોરીના અન ડિટેકટ ગુન્હાઓ શોધી કાઢવા શંકાસ્પદ વાહનો ઉપર વોંચ ગોઠવી આવી બદીને નેસ્ત નાબુદ કરવા અસરકારક વાહન ચેકીંગ કરવા જરૂરી સુચના કરેલ હોય જે અન્વયે કે. જે. ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા નાઓ તેમજ રાજૂલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર. એમ. ઝાલાના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ સબ ઇન્સ્પેકટર એમ. એસ. ગોહેલ સ્ટાફરના માણસો સાથે હિંડોરણા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં હોય.

દરમિયાન એક ઇસમને પોતાના કબજાની ઓરેન્જ કલરની ટાંકી તથા બ્લેક કલરનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેની નંબર પ્લેટ ઉપર લખેલ આર.ટી. ઓ. રજી. નંબર જેજે-૧૪ એઆર ૩૧ર૯ ના તેમજ ચેસીસ નંબર એમબીએલએચએઆર-૦૮ર-એચ-પ-કે-૦૭૦૯૩ ના હોય તેમજ એન્જીન નંબર એચએ-૧૦-એજીએચ-પ-કે.-૧૯૯૬૩ હોય જે ઉપરોકત આરટીઓ રજી. નંબર પોકેટ કોપ મોબાઇલની મદદથી સર્ચે કરતા સદરહુ મો. સા. ન એન્જીન નંબર તથા ચેસીસ નંબર મેચ થતા ન હોય જેથી મજકુર ઇસમે સદરહું મોટર સાયકલની કોઇ છળકપટથી કે ચોરી કરી મેળવેલ હોવાની શંકા જતાં સદરહુ મોટર સાયકલની કિ. રૂ. રપ,૦૦૦ ગણી શક પડતી મિલકત તરીકે સી. આર. પી. સી. કલમ ૧૦ર મુજબ કબ્જે કરેલ અને સી. આર. પી. સી. કલમ ૪૧ (૧) ડી મુજબ મહેશભાઇ ઉર્ફે  ભરત જીવણભાઇ વાળા (ઉ.રપ) ધંધો ખેતી રહે. કુંડલીયાળા તા. રાજૂલાની અટક કરેલ છે.

(૧) અમરેલી સીટી પોલીસ સ્ટેશન ગુ. ર. નં. ૧૧૧૯૩૦૦૩ર૦૧૮૬૭/ર૦ર૦ આઇપીસી કલમ ૩૭૯ મુજબ. (ર) સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ગુ. ર. નં. ૧૧૧૯૩૦પરર૦૦૯પ૯/ર૦ર૦ આઇપીસી કલમ ૪૦૬, ૪ર૦ મુજબ.

સોશિયલ મીડીયા મારફતે વાહન વેચવા ઇચ્છતા વાહન માલીકનો નંબર મેળવી લઇ વાહન માલીકને વિશ્વાસમાં લઇ વાહનનો આંટો મારવાને બહાને વાહન ચોરી કરી લઇ જવું અને આરોપીનો ગુન્હાહીત ઇતિહાસ  (૧) રાજુલા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ. ર. નં. ૬ર/ર૦૧૯ આઇપીસી કલમ ૩૭૯ મુજબના કામે અગાઉ પકડાયેલ છે.

આ કામગીરી મહિલા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ. એસ. ગોહેલ તથા પો. કોન્સ. વિજયભાઇ મકાભાઇ ભાડલીયા તથા પો. કોન્સ. સુરેશભાઇ ઠાકરશીભાઇ મેર તથા પો. કોન્સ. મીતેશભાઇ કનુભાઇ  વાળા તથા પો. કોન્સ. અનકભાઇ બાલુભાઇ ભુકણએ કરેલ છે.

(12:52 pm IST)