Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

જામનગરમાં શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય ૧૦૮ શ્રી કૃષ્ણમણીજી મહારાજના જન્મોત્સવની ઉજવણી : સાંધાના રોગોના નિદાન માટે આલાયમ રિહેબ કેર સેન્ટરનો પ્રારંભ

જામનગર : જામનગરમાં આવેલ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માંચાર્ય ૧૦૮ શ્રી કૃષ્ણમણીજી મહારાજના જન્મદિવસ નિમિતે શ્રી ૫ નવતનપુરીધામ ખીજડા મંદિર ખાતે ૫૭માં જન્મોત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ખાસ જામનગરના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને સુંદરસાથ ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. જામનગરમાં ખાસ ૨૦૨૧ના પ્રારંભે US અમેરિકામાં ખાસ ટ્રેનિંગ સાથે ડો.દીપેન પટેલ દ્વારા આધુનિક સાંધાના રોગો માટે આલાયમ રિહેબ કેર સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)

(12:51 pm IST)