Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

અમરેલીમાં છતીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલના પિતાજી ઓલ ઇન્ડીયા કુર્મિસમાજના પ્રમુખ નંદકુમાર બધેલ સાથે હરેશ બાવીશીની મુલાકાત

અમરેલીઃ ઓલ ઇન્ડીયા કુર્મી મહાસભાના અધ્યક્ષ તથા છતીસગઢના માન. મુખ્યમંત્રીશ્રી ભુપેશ બધેલના પિતાજી નંદકુમાર બધેલ અમરેલીની મુલાકાત દરમિયાન ડાયનેમીક ગૃપના પ્રમુખ હરેશ બાવીશીએ અમરેલી સર્કિટ હાઉસ ખાતે મુલાકાત લઇને નંદકુમાર સાથે ભારત, ગુજરાતના કુર્મી સમાજના સંગઠનની ચર્ચા કરી હતી.પોતાની મુલાકાતમાં નંદકુમાર બધેલે સમગ્ર ભારતના કુર્મી સમાજના સંગઠનની આગામી રણનીતી જણાવીને આવનારા દિવસોમાં કુર્મી સમાજની શકિત અને સંગઠન મજબુત કરવા વધુમાં વધુ યુવા શકિતનો ઉપયોગ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. સાથે સાથે છતીસગઢ વિધાનસભાની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. (તસ્વીરઃ અહેવાલઃ અરવિંદ નિર્મળ-અમરેલી )

(12:51 pm IST)