Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

'ગ્રામ સવલતની વાત ગામના પાદરે' અભિયાન અંતર્ગત ખાંભા પંથકમાં વિકાસકાર્યો

૮૦ લાખના ખર્ચે પુલનું નિર્માણ કરાશે : અમરીશભાઇ ડેરના હસ્તે ખાતમુહૂર્ત

(શિવકુમાર રાજગોર દ્વારા) રાજુલા તા. ૧ : 'ગ્રામ સવલતની વાત ગામના પદારે' ત્રીજો દિવસે ગોરાણા, ભૂંડણી, મોટા-બારમણ, નાના-બારમણ, મૂંજીયાસર, ત્રાકુડા, નિંગાળા-૨, વાંગઘ્રા વગેરે ગામોની રૂબરૂ મુલાકાત લઈ ગ્નામજનો ના પ્રશ્નો સાંભળ્યા અને ભવિષ્ય માં નિરાકરણ થાય એ માટે પ્રયત્ન કરવા ખાત્રી આપી.

સાથે સાથે વર્ષો જુનો પ્રશ્ન ખાંભા તાલુકાના જીવાપરથી કાતરપરા ગામ જવાના રસ્તા ઉપર એક બ્રિજ બનાવવા માટે લોકોની સતત માંગ હતી.

થોડાં મહિના પહેલા એસ ટી બસનો ગંભીર અકસ્માત પણ આ જગ્યા ઉપર થયેલો ત્યારે ધારાસભ્ય અમરીષભાઈ ડેર રૂબરૂ મુલાકાત પણ લીધી હતી અને સરકારમાં રજુઆત કરી હતી.

જે સંદર્ભે આ વિસ્તારના રહીશોની માંગણી મુજબ ૮૦ લાખ રૂપિયાના ખર્ચે આ પુલ પાસ કરાવ્યો જેનું ખાતમુહુર્ત પણ ધારાસભ્ય અંબરીષભાઈ ડેર તથા આગેવાનો અને ગામ લોકોની હાજરીમા કર્યું હતું.

સાથોસાથ મૂંજીયાસરથી ડેડાણ અને મૂંજીયાસરથી ત્રાકુડા ગામ જવાના રસ્તાનું રિસર ફેસિંગ કામ ચાલુ કરાવવાનું ખાતર્મુહુત પણ ધારાસભ્ય અંબરીષભાઈ ડેર તથા સરપંચ અને આગેવાનોની હાજરીમાં કર્યું જે થોડા સમય પછી કામ શરૂ થશે.

અત્રે ઉલ્લેખનીય છેકે ધારાસભ્ય અંબરીષભાઈ ડેરને ધારાસભ્ય પદના ૩૬ મહિના એટલે કે ૩ વર્ષ પુરા થયા છે તેમણે ધારાસભ્ય તરીકે વેતનમાંથી એક પણ રૂપિયો પોતે પોતાની પાસે નહી રાખીને જેતે ગામોમાં આરોગ્ય શિક્ષણમાં ખર્ચ તેવી જાહેરાત તેઓએ ચૂંટણી ટાણે કરી હતી તેનો અક્ષરસઃ અમલ તેવો એ ૩૬ મહિનામાં ૩૬ લાખ રૂપિયા મત વિસ્તારમાં જેતે ગામ વિસ્તારમાં આરોગ્ય અને શિક્ષણ માટે ફાળવી વચન બધ્ધ રહ્યા છે તેવું રાજુલા પાલિકાના પૂર્વ પ્રમુખ અને ધારાસભ્યના અંગત વિશ્વાસુ ટેકેદાર કનુભાઈ ધાખડાએ આજે પત્રકારોને માહિતી આપીને જણાવ્યું હતું.

(12:50 pm IST)