Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

મુળીલાની ઘટનાનો ફરારી ધ્રોલ પાસે ઝડપાઇ ગયો

૧૩ વર્ષ પહેલા ૧૩ ધાડપાડુઓએ લુંટ કરેલ

જામનગર,તા. ૧: આજથી તેર વર્ષ પહેલા કાલાવડ તાલુકાના મુળીલા ગામેશ્રી નાથજી દાદાના મંદિરમાં આશરે તેર જેટલા ધાડપાડુઓએ સોના-ચાંદીના દાગીનાની લુંટ કરી ફરાર થઇ ગયેલ હોય જે પૈકીના નાસતા-ફરતા આરોપીને ખાખરા ગામેથી જામનગર પેરોલ/ ફર્લો સ્કવોર્ડ પકડી પાડેલ છે.

જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રનની સુચના તેમજ એલ.સીબી પો.ઇન્સ કે.જી. ચૌધરીનામાર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પો.સ.ઇ એ.એસ ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો ફરારી / નાસતા ફરતા ગુન્હેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન પો. હેડ કોન્સ. કાસમભાઇ બ્લોચ તથા ગજેન્દ્રસિંહ જાડેજા હકીકત મળેલ કે કાલાવડ પો.સ્ટે.ફ.ગુ.ર.નં. ૧૨૭/૨૦૦૭ ઇપીકો કલમ ૩૯૫, ૩૨૩ મુજબના ગુનામાં નાસતા-ફરતા આરોપી શનીયાભાઇ ઉર્ફે છનીયો પાંગળાભાઇ તડવી રહે ખેડા ફળીયુ માંડવ તા. લીમખેડા જી. દાહોદ વાળો હાલ ધ્રોલ તાલુકાના ખાખરા ગામે હાજર હોય જેથી સદરહુ આરોપીને પકડી પાડી કાલાવડ ટાઉન પો.સ્ટે. સોંપી આપેલ છે.

આ કામગીરીમાં સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, નિર્મળસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, મેહુલભાઇ ગઢવી, ભરતભાઇ ડાંગર, રાજેશભાઇ સુવા, ગીરીરાજસિંહ જાડેજા તથા પો કોન્સ. ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથા એ.એસ.આઇ ધર્મેન્દ્રસિંહ જાડેજાનાઓએ કરેલ છે.

(12:46 pm IST)