Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

ટંકારા પોલીસ પરિવાર દ્વારા થર્ટીફર્સ્ટની અનોખી ઉજવણી, બ્લડડોનેશન કેમ્પ તથા મેડિકલ કેમ્પ યોજાયો

 ટંકારાઃ  પોલીસ સ્ટેશન ખાતે પોલીસ પરીવાર દ્વારા સંસ્કાર ધામ ના સહયોગ થી થર્ટી ફર્સ્ટની અનોખી ઉજવણી અર્થે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મેડિકલ કેમ્પ પણ યોજાયો હતો.જીલ્લા પોલીસવડા એસ .આર. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ટંકારા  પ્રો. એ એસ પી અભિષેકે ગુપ્તા દ્વારા  વર્તમાન સ્થિતિ ને અનુલક્ષીને બ્લડ ની તાતી જરૂરિયાત ને પહોચી વળવા માટે મોરબી સ્વામિનારાયણ ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર બ્લડ બેન્ક ના સહયોગથી રકતદાન કેમ્પ યોજાયો હતો. જેમાં પોલિસ કર્મચારીઓ દ્વારા રકત દાન કરી અનોખી ઉજવણી કરી હતી .આ તકે જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે એમ કતિરા, મેડિકલ ઓફિસર રાધિકાબેન વડાવીયા ,હિતેષભાઈ પટેલ ટંકારા ના અગ્રણી ભુપત ભાઈ ગોધાણી , ધર્મેન્દ્ર ભાઈ ત્રિવેદી સ્વ નિર્ભર શાળા સંચાલક ના પ્રમુખ યોગેશ દ્યેટિયા, સુકેતુભાઈ રાવલ, જગુ ભાઇ એડવોકેટ પરેશ ઉજરીયા, નિલેશ પટણી સહિત ના હાજર રહી રકતદાન કર્યું હતું બજરંગ મંડપ સર્વિસ વાળા નયનભાઈ ભાગિયા દ્વારા તમામ રકત દાતા ને દીવાલ ધડિયાલ આપી હતી ટંકારા પોલીસ દ્વારા સન્માન પ્રત્ર એનાયત કર્યો હતા.૭૦ વ્યકિતઓએ રકત દાન કરેલ. મેડિકલ કેમ્પમાં પોલિસ કર્મચારીઓ ના આરોગ્ય ની ચકાસણી કરવામાં આવેલ.

(11:40 am IST)