Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

ટાઢોડુ યથાવતઃ ગિરનાર ૫.૩ નલીયા ૭.૨ ડિગ્રી

ભૂજ ૮.૬ કેશોદ ૯.૨ રાજકોટ ૧૦.૧ ડિગ્રી લઘુતમ તાપમાનઃ શિયાળાની જમાવટથી ધ્રુજતા લોકો

રાજકોટ, તા. ૧ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ટાઢોડુ યથાવત છે અને લઘુતમ તાપમાનનો પારો સતત નીચે ઉતરતા શિયાળાની જમાવટથી લોકો ધ્રુજી રહ્યા છે.

આજે પણ ગિરનાર પર્વત ઉપર ૫.૩, નલીયા ૭.૨, ભૂજ ૮.૬, કેશોદ ૯.૨, રાજકોટમા ૧૦.૧ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.

કડકડતી ઠંડીથી લોકો ધ્રુજી ઉઠયા છે અને મોડી રાત્રીના રસ્તાઓ સુમસામ થઈ જાય છે.

  • જુનાગઢ

(વિનુ જોશી) જુનાગઢ સોરઠમાં ઠંડીનું  મોજુ યથાવત રહેતા લોકોની મુશ્કેલી વધી છે. આજે જુનાગઢમાં ૧૦.૩ ડીગ્રી અને ગીરનાર ખાતે પ.૩ ડીગ્રી નોંધાઇ હતી.

ગઇકાલની સરખામણીએ આજે જુનાગઢમાં સવારનું તાપમાન ર.૧ ડીગ્રીનાં વધારા સાથે ૧૦.૩ ડીગ્રી નોંધાયુ હતું. ઠંડીની સાથે વાતાવરણમાં ૬ર ટકા ભેજ રહેતા ઠંડી અને ઠારમાં કોઇ ફરક પડયો ન હતો.

બીજી તરફ આજે ગિરનાર પર્વત પર પ.૩ ડીગ્રી ઠંડી રહી હતી. ઠંડીની સાથે બર્ફીલો પવન પણ ફુંકાતાં પ્રવાસીઓ  સહિતનાં લોકો ધ્રુજી ઉઠયા હતાં. આગામી દિવસોમાં ઠંડીમાં વધઘટ રહેવાની શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુત્તમ તાપમાન

ડિગ્રી

અમદાવાદ

૧૫.૦

 

ડીસા

૧૨.૦

,,

વડોદરા

૧૪.૦

,,

સુરત

૧૬.૦

,,

રાજકોટ

૧૦.૧

,,

ગિરનાર પર્વત

૫.૩

,,

કેશોદ

૯.૨

,,

ભાવનગર

૧૩.૯

,,

પોરબંદર

૧૨.૦

,,

વેરાવળ

૧૪.૨

,,

દ્વારકા

૧૩.૨

,,

ઓખા

૧૭.૦

,,

ભુજ

૮.૬

,,

નલીયા

૭.૨

,,

સુરેન્દ્રનગર

૧૨.૦

,,

ન્યુ કંડલા

૧૧.૪

,,

કંડલા એરપોર્ટ

૧૦.૧

,,

અમરેલી

૧૨.૨

,,

ગાંધીનગર

૧૪.૫

,,

મહુવા

૧૩.૨

,,

દિવ

૧૫.૫

,,

વલસાડ

૧૧.૫

,,

જૂનાગઢ

૧૦.૩

''

વલ્લભ વિદ્યાનગર

૧૪.૫

,,

(11:38 am IST)