Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

જુનાગઢમાં ધ ફર્ન લીઓ રિસસોર્ટ એન્ડ કલબનો શાનદાર પ્રારંભ

વિપુલભાઇ કોટેચા દ્વારા નવલુ નઝરાણુ

(વિનુ જોશી) દ્વારા જુનાગઢ, તા. ૧ :જુનાગઢ ગિરનાર તળેટી રોડ ખાતે ધ ફન લીઓ રિસોર્ટ એન્ડ કલબનો આજથી શાનદાર પ્રારંભ થયો છે.

આ અંગે રિસોર્ટના માલિક એવા વિપુલભાઇ કોટેચાએ જણાવ્યું હતું કે, ગત ઓકટોમ્બર માસની ર૪ તારીખ રાજયના મુ.મંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલ. આ રિસોર્ટની થોડી ઘણી કામગીરી બાકી હતી જે પૂર્ણ થતાં આજથી તે પ્રવાસીઓ માટે વિધીવત ખુલ્લો મૂકાયો છે. વિપુલભાઇ કોટેચાએ વધુમાં જણાવ્યું હતું  કે,  આ રિસોર્ટમાં ૬૦ અદ્યતનરૂમસહિત ફાઇવ સ્ટાર સુવિધા ધરાવતી હોટલ તથા વિવિધ વ્યંજનોનો રસથાળ પીરસતી રેસ્ટોરન્ટ તેમજ કોન્ફરન્સ હોલ મેરેજ હોલ સાથે કોઇપણ પ્રસંગની યાદગાર ઉજવણી લોકો કરી શકશે.

વધુ વિગત માટે ૦ર૮પ-ર૬પ૮૪૦૦ મો. ૯૯ર૪ર ૧૬૮૦૦ ઉપર સંપર્ક સાધવા વિપુલભાઇ કોટેચાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

(11:34 am IST)