Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

સાવરકુંડલા : પાટી માણસા ગામે કોંગ્રેસ અગ્રણી ટીકુભાઇ વરૂના અધ્યક્ષસ્થાને બેઠક

સાવરકુંડલા : જાફરાબાદ તાલુકાના પાટી માણસા ગામે ખેડૂતોની એક મીટીંગ કોંગ્રેસ અગ્રણી ટીકુંભાઈ વરૂના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ મીટીંગમાં કૃષિ બિલ અંગે વિસ્તુત પણે સમજાવટ આપવા માં આવિ હતી. કેન્દ્રની સરકારે કૃષિ બિલમાં ખેડૂતોને શુ ફાયદા અને શું ગેરફાયદા બાબતે સમજાવટ માટે રાજુલા જાફરાબાદ તાલુકા ના ગામડે ગામડે જઈ ખેડૂતોને સાચી સમજ આપવા ખેડૂતભાઈઓની મીટીંગ ટીકુંભાઈ વરૂ દ્વારા કરવામાં આવી રહી છે તેમજ બેઠક પૂર્ણ કર્યા બાદ ખેડૂતો એ કૃષિ કાયદાની હોળી કરી વ્યાપક વિરોધના નારા અને સુત્રોચાર કર્યા. નાગ્રેશ્રી સીટના જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ટીકુંભાઈ વરૂ દ્વારા ખેડૂતો અને આમ પ્રજાને સાચી સમજ અને તેમના પ્રશ્નો માટે રૂબરૂ જઇ સાંભળી સમજી અને પ્રજા સતત સંપર્કમાં રહી લોક પ્રતિનિધિ વ્યાખ્યાને સાર્થક કરી બતાવે છે નાગ્રેશ્રી જિલ્લા પંચાયત સીટના ગામડાઓમાં ખૂબ વિકાસ કાર્યની પણ વ્યાપક ચર્ચાઓ પણ થવા લાગી છે.(તસ્વીર - અહેવાલ : ઇકબાલ ગોરી, સાવરકુંડલા)

(11:32 am IST)