Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

કોબડી પ્લાઝા ખાતે ટોલટેક્ષ ઉઘરાવાનું શરૂ કરાતા કાનૂની લડત આપવા તૈયારી

ભાવનગર તા. ૧ :.. ભાવનગર - સોમનાથ નેશનલ હાઇવેનું કામ અધુરૂ હોવા છતાં કોબડી ટોલ પ્લાઝા ખાતે ટોલ ટેકસ ઉઘરાવવાનું શરૂ કરી દેવામાં આવતા આ મામલે હવે કાનુની લડત આપવા તૈયારી કરવામાં આવી છે.

ટોલ ટેકસનું ઉઘરાણુ શરૂ કરી દેવામાં આવતા જિલ્લાના નાના ટ્રાન્સર્પોએ અને અપડાઉન કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ પ્રશ્ને ભાવનગર-તળાજા ડ્રાઇવર એસોસીએશનની મીટીંગ બુધેલ ખાતે મળી હતી. આ બેઠકમાં કાનુની લડત, સંગઠન અંગે ભાવનગરના સીનીયર ધારાશાસ્ત્રીઓએ માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠક અંગે ધારાશાસ્ત્રી અનિરૂધ્ધસિંહ ઝાલા, બી. એલ. જોષી તેમજ ડ્રાઇવર એસોસીએશનના આગેવાન સવાભાઇ બાબરીયાએ માહિતી આપી હતી.

ટોલ ટેકસ અંગે ભાવનગર શહેર - જિલ્લાના રાજકિય નેતાઓ અને પક્ષની ચૂપકીદી ઉપરાંત તંત્રને રજૂઆત કરવા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા હવે કાનુની લડતની તૈયારી શરૂ થઇ છે.

(11:28 am IST)