Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

નવ મુમુક્ષુઓનું સમસ્ત રાજકોટ સ્થા. જૈન સંઘો દ્વારા રવિવારે અભિવાદન

૧૪ ફેબ્રુઆરીના રોજ જુનાગઢ, નેમનાથની પાવન ભૂમિ ઉપર રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવશ્રી નમ્રમુનિ મ.સા.સમીપે દીક્ષા ગ્રહણ કરવા તત્પર

રાજકોટઃ ૩૭ —૩૭ આત્માઓને દીક્ષાના દાન આપનાર દીક્ષા દાનેશ્વરી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવશ્રી નમ્રમુનિ મ.સા ના ચરણ અને શરણમાં જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરવા થનગની રહેલ નવ - નવ મુમુક્ષુ આત્માઓ તા.૩ને રવિવાર ના રાજકોટને આંગણે આવી રહ્યા છે તો ચાલો આપણે સૌ સાથે મળી સંયમ માર્ગે જનાર આત્માઓના સન્માન કરીએ.

તા.૩ ને રવિવારના રોજ સાંજે ૫ કલાકે રાજકોટ મ્યુ.કોર્પો.સંચાલિત પ્રમુખ સ્વાંમી ઓડિટોરિયમ, આલાપ ગ્રીન સિટી સામે, રૈયા મેઈન રોડ, ખાતે અભિવાદન સમારોહ રાખવામાં આવેલ છે.

વર્તમાન વૈશ્વિક મહામારીની વિકટ પરિસ્થિતિ અને સરકારશ્રી ની ગાઈડલાઈનને ધ્યાનમાં લઇ આપણને માત્ર ૨૦૦ વ્યકિતઓ એકત્રિત થવાની મંજૂરી મળેલ હોય જે અંતર્ગત બહુમાન કાર્યક્રમમાં સંઘમાંથી કોઈપણ બે હોદ્દેદારશ્રીએ આવવાનું રહેશે. વ્યવસ્થા ના ભાગરૂપે સંદ્યના બે હોદ્દેદારશ્રીના નામ શનિવાર પહેલા પ્રવિણભાઈ કોઠારીને (મો.૯૮૯૮ ૫૬૫૪૨૯) જણાવી આપવા.

ભાવ દીક્ષિતોનું અભિવાદન સમસ્ત સંદ્યો વતી રજત શ્રીફળ ,ગરમ શાલ, શુકનવંતો સાકર પડા થી કરવામાં આવશે. બહુમાન માટે કંઈપણ વસ્તુ સાથે લાવવાની આવશ્યકતા રહેશે નહીં. રજત શ્રીફળ માટે અનુમોદના રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા ના અનન્ય ગુરુભકત પરિવાર લાભ લઇ રહ્યા છે. વધુ વિગતો માટે ડોલરભાઈ કોઠારી (મો.૯૮૨૫૩ ૧૭૩૩૩), કિરીટભાઈ શેઠ (મો.૯૪૨૬૨ ૫૪૩૦૫), શિરીષભાઈ બાટવિયા(મો.૯૮૨૫૪ ૩૮૧૩૯), મહેશભાઈ મહેતા (મો.૯૪૨૬ ૨૪૦૨૧૮)નો સંપર્ક કરવો.

(11:17 am IST)