Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

ભાવનગરમાં ૬૪ હજારનો દારૂ ભરેલ કાર મળીઃ બે આરોપી ફરાર

ભાવનગર, તા.૧: ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા એસ.ઓ.જી ના સ્ટાફે  નાઇટ પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન હકિકત મળેલ કે બળવંતસિંહ ઉર્ફે બી.કે કનકસિંહ ગોહીલ રહે.દ્યોદ્યા જકાત નાકા ધાવડી માતાનો ખાંચો ૫૦ વારીયા ભાવનગર વાળો તથા સુનિલ ઉર્ફે સુનકો જયંતીભાઇ પરમાર રહે.પાનવાડી વડવા સ્કુલની સામે મહાલક્ષ્મી પાન પાસે ભાવનગર વાળા બન્ને જણા કણબીવાડ ધજાગરા વાળી શેરી સબ સ્ટેશનથી આગળ ચબુતરા વાળી શેરીમા એક કાળા કલરની ટાટા ઇન્ડીગો કારમા  દારૂનો જથ્થો ભરી ઉભા છે  જે હકિકત આદ્યારે  રેઇડ કરતા  (૧) બળવંતસિંહ ઉર્ફે  તથા (૨) સુનિલ ઉર્ફે સુનકો જયંતીભાઇ પરમાર રહે.પાનવાડી વડવા સ્કુલની સામે મહાલક્ષ્મી પાન પાસે  નહી મળી આવતા  ફોર વ્હીલ કાળા કલરની ટાટા કંપનીની ઇન્ડીગો એલ.એસ.રજીનં-GJ-૧૦-AC-૯૭૭૪ ની પડેલ હોય જેમા તપાસ કરતા પાછળની શીટ તથા ડીકી માથી  સ્પેશીયલ ડીલક્ષ વ્હિસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૨૧૬ કિ.રૂ. ૬૪,૮૦૦/- સાથે તથા ફોર વ્હીલ ટાટા ઇન્ડીગો રજી નં-GJ-૧૦-AC-૯૭૭૪ કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૬૪,૮૦૦/-ના મુદામાલ મળી આવતા વિરૂધ્ધમાં પ્રોહી કલમ-૬૫ એ.ઇ, ૧૧૬(બી), ૮૧,૯૮(૨)ઙ્ગ મુજબનો ગુન્હો ભાવનગર ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ છે.ઙ્ગઙ્ગ

આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા એસ.ઓ.જીના પો.ઇન્સ  એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એસ.ઓ.જી સ્ટાફનાં માણસો હે.કો. મહાવિરસિંહ ગોહીલ , પો..કોન્સ. ચંન્દ્રસિંહ વાળા તથા એલ.સી.બી ના હેડ કોન્સૃ વનરાજભાઇ ખુમાણ તથા પો.કોન્સ વિઠ્ઠલભાઇ બારૈયા,ઇમ્તીઝખાન પઠાણઙ્ગ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.(

(1:29 pm IST)