Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

જુનાગઢ વેરા શાખાની લાલ આંખઃ પ૦ મિલ્કત સીલ

પેટ્રોલ પંપ, કારખાનાઓ બાકી વેરો વસુલવા મ્યુ. કમિશનર તુષાર સુમેરાની સુચનાથી કાર્યવાહીઃ વોર્ડ નં. ૧૪, ૧પ, ૧૬ માં રપ દુકાનો તથા ર૦ ઓફીસને તાળા માર્યા

જુનાગઢ તા. ૧ :. મ્યુ. કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત એવી વેરા શાખાનો ચાલુ નણાકીય વર્ષ ર૦૧૯-ર૦ નો મિલ્કત વેરાો લક્ષ્યાંક પુર્ણ કરવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાકીદારોનો વેરો વસુલવા તંત્ર દ્વારા મિલ્કત સીલ સહિતની કાર્યવાહી હાથ ધરી. જુનાગઢ મ્યુ. કોર્પોરેશનની વેરા શાખા દ્વારા છેલ્લા એક મહિનામાં ૧૦૦ મિલ્કત સીલ કરી હતી.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ જુનાગઢ મહાનગરપાલિકાન કમિશનર તુષાર સુમેરા ની કડક સુચના મુજબ આસી. કમિશનર પ્રફુલ કનેરીયાના માર્ગદર્શન હેઠળ આજરોજ વોર્ડ નં. ૧૪ -૧પ તથા ૧૬ માં આવેલી મિલ્કતોની વસુલાત માટે જતા મિલ્કતો બંધ હાલતમાં  જોવા મળેલ તેમજ આ મિલ્કતોની ઘણા લાંબા સમયથી ટેક્ષી રકમ બાકી હોવાથી આજરોજ ઉપરોકત ત્રણે વોર્ડમાં આવેલ મિલ્કતો પૈકી આ મુજબ મિલ્કતને સીલ કરેલ છે.

જેમાં ૧. લક્ષ્મી પેટ્રોલ પંપ -રાજકોટ રોડ, ર. હીતેષ ગાંધી - ભવાની એસ્ટેટ, ૩. કેતન જયુટ -જીઆઇડીસી-ર, ૪. ફેકટરી એસોસીએટ -જીઆઇડીસી-ર તથા પ. મારૂ માલદેભાઇ રાજકોટ રોડ, સહિતની અન્ય રપ દુકાનો તથા ર૦ ઓફીસ મળી કુલ પ૦ મિલ્કતોને સીલ મારી મિલ્કત ટાંચમાં લીધેલ છે. જેની કુલ રકમ રૂ. ૪પ લાખ થાય છે.

જુનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ મિલ્કતોના મિલ્કત ધારકોને જાણ કરવામાં આવે છે કે પોતાની મિલ્કતોના મહાનગરપાલિકાના તમામ બાકી વેરાઓ તાત્કાલીક ભરી આપવા નહીતર આગળ પણ આ સીલીંગની કાર્યવાહી ચાલુ રહેશે. જેથી આ કડક કાર્યવાહીથી બચવા બાકી ટેક્ષ તાત્કાલીક  ભરી આપવા જાણ કરવામાં આવે છે.

આ વસુલાતની કામગીરીમાં ઝોનલ ઓફીસર ભીમભાઇ દિવરાણીયા રિકવરી ઓફીસર આર. બી. ઝાલા તથા સ્ટાફ મુકેશભાઇ ભટ્ટી, પ્રવિણ શીંગાળા, કેતન પાડલીયા, ઓલ્ગ્રી અબા મનેશર, આશીફ મુન્શી, જયેશ સાવરીયા, સંજય ગેડીયા સહિતનો સ્ટાફ જોડાયેલ હતો.

(1:16 pm IST)