Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

ઉપલેટામાં સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટના સહકારથી નિઃશુલ્ક મેગા મેડીકલ કેમ્પ

ઉપલેટાની સરકારી કોટેજ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટના સહકારથી નિઃશુલ્ક મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીરમાં પ્રથમ કેમ્પનું દિપ પ્રાગટય કરતા આગેવાનો તથા નીચેની તસ્વીરોમાં દર્દીઓને તપાસી રહેલા ડોકટરો નજરે પડે છે. (તસ્વીરઃ કૃષ્ણકાંત ચોટાઇ)

ઉપલેટા, તા.૧:  ઉપલેટા સરકારી કોટેજ હોસ્પિટલ ખાતે આહિર સમાજના ભામાશા તેમજ દરેક સમાજ તથા કન્યા કેળવણીના ઉપાસક એવા સ્વઃ ઉકાભાઈ સોલંકી (NRI) એ સ્થાપેલ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ-ઉપલેટા દ્વારા દર વર્ષે ડિસેમ્બર-જાન્યુઆરી માસમાં વિનામૂલ્યે દસ દિવસીય મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

નામાંકિત ડોકટર્સના સહયોગથી વિનામૂલ્યે ૧૮માં મેગા મેડિકલ તથા સર્જીકલ કેમ્પનો દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો છે. દરરોજ સવારે ૯ થી બપોરે ૨ વાગ્યા સુધી દર્દીઓની તપાસ કરવામાં આવે છે. અને ઓપરેશનની જરૂરિયાત વાળા દર્દીઓના તથા તા. ૧૬/૧૨/૧૮ના રોજ યોજાયેલ એક દિવસીય પ્રી-નિદાન કેમ્પના દર્દીઓના અન્ય ડોકટરો દ્વારા સવારે સાત વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી ઓપરેશન કરવામાં આવે છે. ખાનગી હોસ્પિટલોમાં ઓપરેશનના જે ચાર્જ પચ્ચીસ હજારથી લઈને સિત્ત્।ેર હજાર કે લાખઙ્ગ સુધીના ખર્ચાવાળા ઓપરેશનો આ મેગા મેડિકલ કેમ્પમાં અમદાવાદ, મુંબઈ અને અમેરિકાના ડોકટરો દ્વારા વિનામૂલ્યે કરી આપવામાં આવે છે.

સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્ર - ગુજરાતના વિવિધ રોગના દર્દીઓને વિનામૂલ્યે દેશ-વિદેશના ડોકટરોના સહકારથી યોજાતા આ ભવ્ય મેગા મેડિકલ કેમ્પનો લાભ લેવા જણાવાયુ હતુ. તેમજ ગાંધીનગરથી પધારેલ મેડિકલ કેમ્પસ ડાયરેકટર દ્વારા જર્જરિત થયેલ જૂની બિલ્ડીંગની જગ્યાએ નવી બિલ્ડીંગ માટે જમીનઙ્ગ માપણી તેમજ જગ્યાની વ્યવસ્થા આ સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.(૨૨.૩)

(12:09 pm IST)