Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

વિસાવદરના પીરવડની સીમમાંથી ૨૧.૩૬ લાખનો દારૂ જપ્ત

૪૪૫ પેટી દારૂ સગવગે થાય તે પહેલા જ કાર્યવાહીઃ ર બુટલેગર ફરાર

જુનાગઢ તા.૧: વિસાવદરના પીરવડની સીમમાંથી પોલીસે મોડી રાત્રે રૂ.૨૧.૩૬ લાખનો ૪૪૫ પેટી વિદેશી દારૂ પકડી પાડતા દારૂના ધંધાર્થીઓમાં હલચલ મચી ગઇ છે.

આ કાર્યવાહી દરમ્યાન બે બુટલેગર નાસી જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

એસ.પી.સૌરભસિંઘની સુચના મુજબ વિસાવદરના પી.આઇ.એચ.વી.રાઠોડએ સ્ટાફે દારૂના ધંધાર્થીઓ પર વોચ ગોઠવી હતી.

દરમ્યાનમાં વિસાવદર તાલુકાના પીરવડ ગામની સીમમાં દારૂની હેરાફેરી થવાની હોવાની માહિતી મળતા પેટ્રોલીંગમાં રહેલા પી.આઇ.રાઠોડ સ્ટાફ સાથે દોડી ગયા હતા.

પીરવડના કેતન બાબુ ગોંડલીયાની ખેતીની જમીનમાં તપાસ કરતાં પોલીસને રૂ.૨૧,૩૬,૨૦૦ને કિમતનો ૪૪૫ પેટી (૫૩૪૦ બોટલ) વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

જો કે, કેતન બાબુ અને ઉમરાળી ગામનો મુકેશ ઘોસાભાઇ ખુમાણ નાસી જવામાં સફળ રહ્યા હતા.

પોલીસે રૂ.૨૧.૩૬ લાખનો ઇગ્લીશ દારૂ કબ્જે કરી બંને શખ્સો વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પી.આઇ.રાઠોડ વિશેષ તપાસ ચલાવી રહ્યા છે.(૭.૫)

(12:04 pm IST)