Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

હેવી ટ્રકમાંથી છુટો પડેલો બેલ્ટ રાહદારી રત્નકલાકારના ગળામાં ફસાતા મોત

બાબરા મોટા પુલ નજીક બનેલો વિચીત્ર બનાવ

બાબરા, તા. ૧ :  આજે સવારે બાબરાના મોટા પુલ નજીક પસાર થતા રાહદાર રત્નકલાકારોના પગ ગળા માં ચાલુ ટ્રકમાંથી વિખુટો પડેલો બેલ્ટ ફસાઇ જતા ઘટના સ્થળે કરૂણમોત થવા પામ્યુ હતુ જયારે વાહન ચાલક , કલીનર ટ્રક રેઢો મુકી નાસી જવા પામ્યાનું જાણવા મળે છે.  વિગત મુજબ સવારે ૭-૩૦ આજુબાજુ બાબરા વેલનાથ મોસામાં રહેલો કોળી રત્નકલાકારો દિનેશ પોપટભાઇ ડાભી (ઉ.વ.૪ર) ભાવનગર રોડ માર્કેટયાર્ર્ડ આગળ આવેલા મોટા પુલ નજીક ચાલીને જતો હતો ત્યારે પાછળથી આવી રહેલા હેવી ટ્રક નં. જી.જે. ૧ર બી.વી. ર૦૭રમાં ભરેલા સામાન સાથે બાંધી રાખેલ છે.

બેલ્ટ ઘડાકા સાથે તૂટી પડતા બાદ આ બેલ્ટ હારદારીનાં પગ અને ગળાના ભોગે ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે કરૂણ મોત થવા પામ્યું છે.  બનાવના પગલે બાબરા સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે મૃતકના પરિવારજનો દોડી આવ્યા બાદ પોલીસ દ્વારા આળની તપાસ હાથ ધરવા પામી છે. (૯.૩૩)

(3:34 pm IST)