Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

૩જી વખત રાજ્યમંત્રી પદ ધારણ કરનાર વાસણભાઇનું ઠેર ઠેર સામૈયું કરાયું

કચ્છડાનો વિકાસ જાળવી રાખવા આહિરનો કોલ

ભુજ તા. ૧ : વિરાટ કચ્છ પ્રદેશના પ્રવેશદ્વાર સામખીયાળીના સાંઇધામ તથા જંગીનાજીનામ અખાડા તથા ભચાઉ હાઈસ્કૂલ ખાતે નવનિયુકત રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે ગ્રામ, નગરજનો દ્વારા યોજાયેલ જાહેર અભિવાદન સમારંભમાં બોલતાં રાજયમંત્રીશ્રી આહિરે જીગરજાન કચ્છડા બારેમાસનો વિકાસ વેગ જાળવી રાખવા દિલી કોલ પાઠવતાં અદના છેવાડેના જણની આંતરડી ઠારવા, સેવા પરમો ધર્મના પાવન પથ પર અગ્રેસર રહેવાનો તેમનો દ્રઢ સંકલ્પ બુલંદ કર્યો હતો.

તેમણે રાષ્ટ્ર નાયક પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આરંભાયેલ વિકાસના અશ્વમેઘ યજ્ઞમાં નાના મોટા સૌ યથાશકિત યોગદાન આપે તેને સમયનો તકાદો ગણાવતાં નર્મદા મૈયાના સિંચન નીર આગામી સમયમાં મોડકુબા, પહોંચે, ટપ્પર ડેમ સમેતના જળાશયો નર્મદા નીરે ભરપુર થઇ કચ્છ ધરાને નવપલ્લવિત કરતા રહે તેવી શુભભાવનાનો જય ધોષ કર્યો હતો.

આ પ્રસંગે માંડવીના નવનિર્વાચીત ધારાસભ્ય અને ભચાઉના પનોતા પુત્ર વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ ગાંધીધામના નવનિર્વાચીત ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ગાંધીધામના પૂર્વ ધારાસભ્યશ્રી રમેશભાઇ મહેશ્વરી તથા રામજીભાઇ ઘેડાનું ભચાઉના નગરજનો, ભચાઉ તાલુકા વાસીઓ, ભાજપા સંગઠ્ઠન, સંસ્થાઓ, વ્યાપારી મંડળ તથા રોટરી તથા જ્ઞાતિ સંસ્થાઓ દ્વારા કચ્છી પાઘ, શાલ પુષ્પે તથા તરવાર આપી રાજયમંત્રીશ્રી આહિર સાથે વિશિષ્ઠ સન્માન કરાયું હતું.

બાદમાં નંદગામ, અજાપર, ભીમાસર-વરસામેડી ગામોમાં રાજયમંત્રીશ્રી આહિરનું ખુલ્લી જીપમાં ફેરવી વાજતે ગાજતે આહિરાત તથા ગ્રામજનો દ્વારા સામૈયું કરી જાહેર સન્માન કરાયું હતું.

રાજયમંત્રીશ્રી આહિરે ભચાઉના અગ્રણીઓ, નાગરિકો સાથે ટુંક સમયમાં બેઠક યોજી ભચાઉના વિકાસ માટેનાં નક્કર સૂચનો, ચર્ચા વિચારણા કરવાની આત્મિય ખાતરી આપી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન, આભારદર્શન ભચાઉ ભાડાના પૂર્વ અધ્યક્ષ વિકાસ રાજગોરે તથા પ્રસંગ પરિચય અગ્રણી ઉમિયાશંકર જોશીએ પાઠવ્યો હતો. આર્શિવચનો શાસ્ત્રીશ્રી નરેન્દ્ર મહારાજે પાઠવ્યાં હતાં. તો ભચાઉ નગર પ્રમુખ ઉર્મિલાબેન કારોત્રા, માંડવી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય રમેશભાઇ મહેશ્વરીએ પ્રસંગોચિત ઉદબોધન કર્યા હતા.

આ પ્રસંગે જંગી મેકરણધામના મહંત, મંત્રીના ધર્મપત્નિ કંકુબેન આહિર, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના હરીભાઇ જાંટીયા, નારણ કારા ડાંગર, પુંજાભાઇ આહિર, નામેરીભાઇ ઢીલા, જિલ્લા ભાજપાના પૂર્વ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, વરિષ્ઠ મહેન્દ્રસિંહ જાડેજા, ફોકીયાના તલકશી નંદુ, ભરતભાઇ કારોત્રા, નરેન્દ્રભાઇ ગઢવી, વનરાજસિંહ જાડેજા, જનકસિંહ જાડેજા, વનરાજસિંહ ઝાલા, ડો.સુરેશ નાયક, હરિશભાઇ ગોર, રામદેવસિંહ જાડેજા, હરેશભાઇ મુલચંદાણી, કુલદીપસિંહ જાડેજા, પુનીતભાઇ દુધરેજીયા, વાઘજીભાઇ પ્રજાપતિ, બળવંતભાઇ ઠકકર, ત્રિકમભાઇ આહિર, ડો.નવધણ આહિર, રમેશ ધનવાણી, ગગુભાઇ ડાંગર, ઈશ્વરભાઇ પટેલ, ત્રિકમભાઇ આહિર, હિંમતભાઇ જેસર, હુશેનશાબાપુ, ધરતીબેન, તથા લક્ષ્મીબેન આહિર, ઇશ્વર પટેલ, બાબુભાઇ હેઠવાડીયા, મહેન્દ્ર પટેલ, રવજીભાઇ દાફડા, હર્ષદ ઠકકર, શૈલેષ સથવારા, ભાવેશ ઠકકર, નારાણભાઇ ચૈયા, હકીભાઇ ઠકકર, રણછોડ પટેલ, ધનસુખ ઠકકર, રણછોડભાઇ આહિર, ભરતસિંહ જાડેજા, ભાવનાબેન દવે, કાર્યપાલકશ્રી રાવ, જિલ્લા ઉધોગના શ્રી અખિલેશ અંતાણી, ભચુબાપા તથા મોટી સંખ્યામાં નગરજનો, ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.(૨૧.૧૨)

(12:05 pm IST)